Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાજપના વિકાસ કામો ચૂંટણીમાં બોલશેઃ રાડીયા-ઠાકર-શાહ-જાડેજાનો લોકસંપર્ક

રાજકોટઃ આગામી ૧૧ દિવસ પછી યોજાનાર રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં રાજકોટ વોર્ડનં.૨માં ભાજપની પેનલમાં ચારેય ઉમેદવારો વોર્ડનાં હોદેદારો અને કાર્યકરોની વિશાળ સંખ્યા સાથે ઝંઝાવાતી લોકસંપર્ક કરી રહયા છે. ગઇકાલે રાજકોટ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ તેઓની સાથે જોડાયા હતા. બજરંગવાડી, ભોમેશ્વર વિસ્તારની વસાહતો પુનિતનગર, વસુંધરા સોસાયટી વગેરે વિસ્તારોમાં લોકસંપર્ક પ્રારંભ પૂર્વે આ વિસ્તારના આસ્થાના પ્રતિક એવા થળેશ્વર મહાદેવના મંદિરે ભોળેનાથના દર્શન કરીને ભાજપના ઉમેદવારો મનિષભાઇ રાડીયા, જયમીનભાઇ ઠાકર, દર્શીતાબેન શાહ અને મીનાબેન જાડેજાએ લોકસંપર્ક શરૂ કર્યો હતો. આ લોકસંપર્ક દરમિયાન આ વિસ્તારના લોકોએ ઠેેરઠેર તેઓને ફુલહાર કરીને સ્વાગત કર્યું હતુ. વોર્ડનં.૨ની ભાજપની પેનલમાં નવા ઉમેરાયેલા મીનાબેન જાડેજા પરિવારનું પ્રભુત્વ છે, જાડેજા દંપતી આ વિસ્તારમાં અનેકવિધ સમાજસેવાની સદપ્રકૃતિઓ કરે છે. તેનો લાભ ભાજપના ઉમેદવારોને આ ચૂંટણીમાં મળશે.

લોકસંપર્ક દરમિયાન ભાજપના ઉમેદવારો, આગેવાનોએ આ વિસ્તારના વિવિધ ક્ષેત્રના નાગરીક શ્રેષ્ઠીઓ, વેપારીઓ તથા નાનામાં નાના શાકભાજીના ધંધાર્થીઓનો સંપર્ક કરીને આ ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા વિંનતી કરી હતી. લોકસંપર્ક દરમિયાન પ્રભાવીત થયેલ અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત લોકસમુદાયને સંબોધતા કહ્યું કે મને આશા છે કે બજરંગ વાડી, ભોમેશ્વર વિસ્તારો ભાજપને શાનદાર વિજય અપાવશે. આ ચૂંટણીમાં ભાજપ શાસન દ્વારા થયેલ વિકાસના કામો બોલશે. પ્રજાના મગજમાંથી કોંગ્રેસ ભુંસાતી જાય છે. સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી.

વોર્ડનં.૨ના જામનગર રોડ ઉપરના વિસ્તારો બજરંગવાડી, ભોમેશ્વરના લોકસંપર્ક દરમિયાન ભાજપના કાર્યકર ભાઇ-બહેનો જોડાયા હતા. ઘરે - ઘરે વિકાસકામોની સુચિ અને ઉમેદવારોનું પ્રજાસેવા યોગદાનની વિગતોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. લોકસંપર્ક પ્રચારયાત્રામાં ભાજપના આગેવાનો, કાર્યકરો નરેન્દ્રસિંહ  ઠાકર, અતુલભાઇ પંડીત, દશરથભાઇ વાળા, ગુલાબસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હિતુભાઇ જાડેેજા, ડો. પ્રિતેશ પોપટ, રાજુભાઇ પારેખ, ગૌતમભાઇ વાળા, દિપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, લીલાબા જાડેજા, જયશ્રીબેન જાડેજા, રંજનબેન ચૌહાણ, ભાવનાબેન પોપટ, દક્ષાબા જાડેજા, પુનમબેન વાડોદરીયા, નલીનીબેન જોષી, દક્ષાબેન ડોડીયા, ધર્મેન્દ્રસિંહ મિરાણી, યોગીરાજસિંહ રાણા, રજાકભાઇ કારીયાણી, એઝાઝ બુખારી, યોગીતાબેન જાડેજા, નયનાબા રાણા વગેરે વિશાળ સંખ્યામાં કાર્યકર ભાઇ- બહેનો જોડાયા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:12 pm IST)