Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજકોટ મહાપાલિકા ચૂંટણી : પેરામિલટ્રી ફોર્સની સંભવત : બે કંપની આવશે સાંજે કલેકટરના અધ્યક્ષપદે સેન્સેટીવ બૂથો - પ્રીપ્લાન અંગે ખાસ મીટીંગ

આ વખતે વેબ કાસ્ટીંગ નહિ થાય : સીસીટીવી કેમેરા એક પણ બૂથમાં નહિ લગાવાય : તમામ R.O. - બંને ડીસીપી - ડીએસપી - નોડલ ઓફિસરોને ખાસ બોલાવાયા : ફાઇનલ નિર્ણય લેવાશે : જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત R.O.ને પણ તેડૂ : મતદાન અલગ અલગ દિવસે હોય પોલીસ સ્ટાફ પૂરતો થઇ રહેશે તેવો સંકેત

રાજકોટ તા. ૧૦ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અને જિલ્લા - તાલુકા પંચાયત - ગોંડલ નગરપાલિકા ચૂંટણી અન્વયે પોલીસે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની યાદી તૈયાર કરી દરેક R.O.ને સોંપી છે, અને તેના ઉપરથી તમામ R.O.એ કલેકટરને પોલીસ સ્ટાફની ડીમાન્ડ અંગે દરખાસ્ત કરાઇ છે. રાજકોટમાં ૨૯ ક્રીટીકલ તો ૨૯૦ બૂથો સંવેદનશીલ જાહેર થયા છે, જિલ્લામાં ૩૦૦ બૂથો - વિસ્તારો સંવેદનશીલ જાહેર થયા છે, આ તમામ અંગે ફાઇનલ નિર્ણય લેવા, કેટલો પોલીસ ફોર્સ, એક બૂથ ઉપર કેટલા કોન્સ્ટેબલ કેટલા મહિલા કોન્સ્ટેબલ, સંવેદનશીલ વિસ્તારમાં કેટલો પોલીસ ફોર્સ વિગેરે અંગે ફાઇનલ નિર્ણય લેવા સાંજે ૫.૩૦ કલાકે કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષપદે તમામ (), ડીસીપી ઝોન-૧-૨, ડીએસપી ઉપરાંત નોડલ ઓફિસરો સર્વશ્રી ચેતન ગણાત્રા, જે.કે.પટેલ, ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની મીટીંગ મળનાર છે, તેમાં ફાઇનલ નિર્ણય ઉપરાંત પોલીસ સ્ટાફ અંગે પ્લાન ઘડી કઢાશે.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ મહાપાલિકા ચૂંટણીમાં પેરામીલટ્રી ફોર્સની બે કંપની ફાળવાય તેવી શકયતા છે, તેમની ફલેગ માર્ચ પણ થશે, તેમજ કોર્પોરેશન - પંચાયતમાં મતદાન અલગ-અલગ દિવસે હોય, પોલીસ સ્ટાફની અછત નહિ રહે તેવો નિર્દેશ અપાયો હતો.

આ વખતે ચૂંટણીમાં એક પણ બૂથનું વેબ કાસ્ટીંગ નહિ થાય, સીસીટીવી કેમેરા નહિ લાગે, એટલે કલેકટર કચેરીમાં મતદાન લાઇવ જોઇ શકાય તેવો કંટ્રોલરૂમ નહિ રહે.

(3:15 pm IST)