Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સિંચાઇ વિભાગના રોજમદાર કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ ચુકવવાનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૧૦ : અત્રે ગ્રેચ્યુટી ચુકવણી અધિનિયમ-૧૯૭ર ની મેન્ડેટરી જોગાઇઓ મુજબ માર્ગ અને મકાન/સિચાઇ વિભાગના રોજમદાર કામદાર/કર્મચારી તરીકે નોકરીમાં દાખલ થયાથી નિવૃત/અવસાન થયા તારીખ સુધીના રોજમદાર સમયગાળા સાથેની સળંગ નોકરીની ગ્રેચ્યુઇટીની રકમ, વ્યાજ, શરૂઆતથી મેળવવા કામદારો કાયદાકીય હક્કદાર છે તેવો શ્રી એ.કે.શિહોરા, નિયંત્રણ અધિકારીશ્રી, અને મદદનીશ શ્રમ આયુકતશ્રી, રાજકોટે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ-૧૯૭ર હેઠળ મહત્વાનો ચુકાદો આપેલ હતો.

ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ-ગાંધીનગરના તાબા હેઠળની રાજકોટની કચેરીઓ (૧) કાર્યપાલક ઇનજેરશ્રી, યાંત્રિક, માર્ગ અને મકાન વિભાગ, ૭/૭, બહુમાળી ભવન, સેવાસદન-ર, રાજકોટ.(ર) નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, યાંત્રીક, માર્ગ અને મકાન, પેટા વિભાગ, નંબર, ૧, પ્રાદેશીક વર્કશોપ, આર.ટી.આઇ. સામે, ભાવનગર રોડ, રાજકોટમાં કાન્તિભાઇ ધુળજીભાઇ વરસાત રોજમદાર ચોકીદાર તરીકે તારીખ ૧૦/૧૦/૧૯૭૯ થી નોકરીમાં દાખલ થયેલ. કર્મચારી તારીખ ૩૦/૬/ર૦૧૮ ના રોજ નિવૃત થયેલા. સંસ્થાએ ૧૦ વર્ષ પછી કાયમી થયેલા સમયગાળાના મળવા પાત્ર હક્ક, હિસ્સાઓ ચુકવેલ હતા પરંતુ રોજમદાર સમયગાળાની આગલા ૧૦ વર્ષની મળવા પાત્ર ગ્રેચ્યુઇટી રકમ, વ્યાજ, અનેક વખત રૂબરૂ સંસ્થા પાસે માંગણીઓ કરવા છતાં ના ચુકવતા ના છુટકે  ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ-૧૯૭ર હેઠળ નિયંત્રણ અધિકારીશ્રી, અને મદદનીશ શ્રમ આયુકતશ્રી, રાજકોટ સમક્ષ કર્મચાીરોએ નમુનો 'એન'માં અરજી કરી સામાવાળાઓ પાસેથી ગ્રેચ્યુઇટીની રકમ, વ્યાજ, સાથે મેળવવા શ્રી આર.પી.શાહ, પ્રતિનિધિ, મારફત ગ્રેચ્યુઇટી કેસથી દાદ માંગેલ.

નિયંત્રણ અધિકારીશ્રી, રાજકોટે કર્મચારી કાન્તિભાઇ ધુળજીભાઇ વરસાતને તેમની બાકી લ્હેણી નીકળતી ગ્રેચ્યુઇટીની રકમ રૂ.૧,૭૦,૩૭૭ તા.૧/૮/ર૦૧૮ થી જે તારીખે ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે૧૦% લેખે સાદા વ્યાજ સહીત કલમ-૮ ની જોગવાઇ મુજબ દિન-૩૦ માં ચુકવવાનો આદેશ હુકમ નિયંત્રણ અધિકારીશ્રીએ, કર્મચારીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપેલ છે.

નિયંત્રણ અધિકારીશ્રી, સમક્ષ કર્મચારી વતી પ્રતિનિધિ તરીકે શ્રી આર.પી.શાહ, હાજર રહી રજુઆતો કરેલ.

(3:39 pm IST)