Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દેશી અને વિદેશીની ડ્રાઇવમાં દારૂની ૧૪ બોટલ સાથે ચાર અને દેશી દારૂ સાથે આઠ પકડાયા

રાજકોટ તા. ૧૦ :.. શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં અલગ -અલગ વિસ્તારમાંથી દારૂની ૧૪ બોટલ સાથે ચાર અને દેશી દારૂ સાથે આઠ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે આગામી ચૂંટણી અનુસંધાને દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં ભકિતનગર પોલીસે કેવડાવાડી શેરી નં. ૪ માંથી જીતેન્દ્ર મંગળદાસભાઇ દાસવાલાને દારૂની એક બોટલ સાથે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ ભગવતી હોલ શેરીમાંથી જયેશ વિઠ્ઠલભાઇ નકુમને દારૂની એક બોટલ સાથે, રૈયા ચોકડી પાસેથી દારૂની એક બોટલ સાથે  પરેશ રસીકભાઇ જોબનપુત્રાને તથા તાલુકા પોલીસે પુનીતનનગર વિશ્વકર્મા સોસાયટી પાસેથી દારૂની ૧૦ બોટલ સાથે અરવિંદ ભગવાનજીભાઇ પરમારને પકડી લીધા હતા. જયારે યુનિવર્સિટી પોલીસે અલગઅલગ વિસ્તારમાં દરોડા પાડી દેશીદારૂ સાથે મનસુખ વાજલીયા, રામસિંગ કેશુભાઇ વાઘેલા, કમશી ગોવિંદભાઇ સાડમીયા, શિલ્પા ચંદુભાઇ સોલંકી, ભરત ગીધાભાઇ રાઠોડ, દીલીપ વિનોદભાઇ પરમાર, રેખા ભુપતભાઇ ચૌહાણ અને રામી રમેશભાઇ સાડમીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:58 pm IST)