Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સર્જન ફાઉન્ડેશન દ્વારા વેકસીન કેમ્પ

સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા રા. મ્યુની. કોર્પો.ના સહયોગથી શિક્ષણ સમિતિની ઓફીસના પ્રાંગણમાં કોરોના વેકસીન કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં શહેર અને જીલ્લામાં વસતા સુરદાસજનોનો રૂબરૂ સંપર્ક કરી ૩૬ જેટલી વ્યકિતઓને ડો. જીગર અને તેની મેડીકલ ટીમ દ્વારા રસી આપવામાં આવેલ હતી. આ વેકસીન કેમ્પની વ્યવસ્થામાં મ્યુની. કોર્પો.ના આસી. કમિશ્નર પટેલના માર્ગદર્શન હેઠળ સર્જન ફાઉન્ડેશન, જય ઠાકર ટ્રસ્ટ અને કલ્પના ચેરીટેબલ ટ્રસ્ટે આયોજન કરી સૂરદાસ જેન્ટસ અને મહિલાઓ ઉમળકાભેર ઉપસ્થિત રહી રસી મુકાવેલ હતી. આ કેમ્પના શુભારંભે ભારતમાતાનું પૂજન કરવામાં આવેલ. આ વેકસીન કેમ્પમાં તમામ સુરદાસને સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઇ પરમાર તરફથી રૂ. પ૦ શુભેચ્છા ભેટ સાથે જે. પી. ઉમેશભાઇ તરફથી માસ્ક અને રેશ્માબેન તરફથી સેનેટાઇઝ બોટલ માસ્ક અને ફુડ પેકેટ આપવામાં આવેલ. આ કેમ્પની મુલાકાતે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શિક્ષણ ેસમિતિના ચેરમેન ઠાકુર, કોર્પોરેટર લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર અતૂલભાઇ પંડીત વોર્ડ નં. સાતના પ્રમુખ હેમુભાઇ જે. પી. ઉમેશ, કમલેશભાઇ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ હતી. સમગ્ર કેમ્પનું આયોજન સર્જન ફાઉન્ડેશન પ્રમુખ સુરેશભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ વલકુભાઇ બોળીયા, પુષ્પાબેન ચાવડા, રમાબેન હેરભા, દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન મેહતા, સ્નેહલબેન જાદવ, દિલ્પાબેન મીનાક્ષીબેન લીંબાસીયા, કીરીટભાઇ આડેસરા, ગુણવંતભાઇ ભટ્ટ, પૂર્ણિમાબેન પ્રકાશભાઇ વોરા, કિરીટભાઇ કાનાબાર, મુકેશભાઇ ચૌહાણ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

(2:58 pm IST)