Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કડવા પટેલ સમાજ વેરાવળ (શાપર) ખાતે વેકસીન કેમ્પ

રાજકોટઃ. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના સંયુકત ઉપક્રમે શ્રી કડવા પટેલ સમાજ વેરાવળ (શાપર) ખાતે કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૫૦૦થી વધુ લોકોએ વેકસીન મુકાવી રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો. આ વેકસીનેશન કેમ્પમાં ઉદઘાટક તરીકે શાપર-વેરાવળ કડવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ પાણ, શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા, ચેરમેન રમેશભાઈ ટીલાળા, વી.પી. વૈષ્ણવ, અશોકભાઈ ટીલવા, દિલીપભાઈ ઝાલાવાડીયા, નરેન્દ્રભાઈ શેરઠીયા, ધીરૂભાઈ ધાબલીયા, શીવાભાઈ કોરાટ, અમૃતભાઈ ગઢીયા, રમેશભાઈ પૈજા, અનીલભાઈ માકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:58 pm IST)