Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મંગળવારથી જમીન સંવર્ધન-સંરક્ષણ હેતુ રાષ્‍ટ્રવ્‍યાપી જન અભિયાનનો પ્રારંભ

રાજકોટ તા. ૧૦ : ચૈત્ર શુકલ પ્રતિપદાના પાવન અવસર પર તા. ૧૩ એપ્રિલના મંગળવારથી જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુ રાષ્‍ટ્રવ્‍યાપી જન અભિયાનનો આરંભ કરાશે. તેમ સૌરાષ્‍ટ્ર પ્રાંત ગ્રામીણ વિકાસના પ્રમુખ મનોજભાઇ સોલંકી અને મેઘજીભાઇ હીરાણીએ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

તેઓએ આ અભિયાનનો ધ્‍યેય સ્‍પષ્‍ટ કરતા જણાવ્‍યુ છે કે ભારતીય કૃષિ ચિંતન, જમીન સંરક્ષણ અને સંવર્ધનની સંકલ્‍નાઓને ખેતીના ક્ષેત્રમાં પુનઃસ્‍થાપિત કરવાનો મુખ્‍ય ધ્‍યેય છે.

આધુનિક સમયગાળા દરમિયાન આપણે જમીનનું સતત શોષણ કર્યુ છે. જમીનમાંથી કાઢી લીધેલા પોષક તત્‍વોમાંથી બહુ ઓછા તત્‍વો પરત જમીનમાં રોપેલ છે. વર્તમાન સમયમાં આપણા દેશમાં ૧૬.૪૦ લાખ હેકટર જમીન કુપોષિત છે. જે આપતા કુલ ભૌગોલિક ક્ષેત્રના ૩૦% છે. ભારતના અનેક ખેડુતોનો અનુભવ કહે છે કે ખેતીમાં ખર્ચની માત્રા સતત વધી રહી છે. જમીનની ઉપજ ક્ષમતા ઘટી રહી છે. જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા અને પાણીનું સ્‍તર મોટાભાગની જગ્‍યાએ ઘટી રહેલ છે.

ત્‍યારે જમીનને ફરી સંવર્ધિત કરવા તા. ૧૩ થી રાષ્‍ટ્રવ્‍યાપી જન અભિયાન હાથ ધરાઇ રહ્યુ છે. જે પ્રથમ ચરણમાં ત્રણેક માસ સુધી ચાલશે.

જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુના રાષ્‍ટ્રીય સ્‍તરનાં જન અભિયાનના સંચાલન માટે ન્‍યુ દિલ્‍હીમાં કાર્યાલયની સ્‍થાપના કરવામાં આવેલ છે. આ માર્ગદર્શન મંડળ અને સંચાલન સમિતિનું મંડળ બનાવવામાં આવેલ છે. જેમાં પૂ. આચાર્ય બાલકૃષ્‍ણજી, પૂ. જગ્‍ગી વાસુદેવજી, પૂ. કમલેશ પટેલ દાજી, પૂ. સ્‍વામી અદ્રશ્‍ય કાસિધ્‍ધેશ્વરજી, પૂ. ડો. ચિન્‍મય પંડયાજી, સંચાલન સમિતિમાં જયરામભાઇ પાટીદાર, રાષ્‍ટ્રીય સહસંયોજક આંધ્રપ્રદેશ, વિશ્વજીત જીયાણીજી, રાષ્‍ટ્રીય સહ સંયોજક પંજાબ, સંજીવ કુમારજી રાષ્‍ટ્રીય સહ સંયોજક ઉતર પ્રેશનીનો સમાવેશ કરવામાં અવોલ છે.

સૌરાષ્‍ટ્ર પ્રાંત સંયોજક તરીકે મેઘજીભાઇ હિરાણી, સહ સંયોજક તરીકે કિશોરભાઇ ડાંગર અને સદસ્‍યોમાં ગોવિંદભાઇ ટીંબડીયા, દીલીપભાઇ પંડયા, સુખદેવભાઇ વણોલ - કઠાડા, વિજયભાઇ રાબડીયા તેમજ સૌરાષટ્ર માર્ગદર્શ મંડળમાં પૂ. મુકતાનંદ બાપુ બ્રાહ્માનંદધામ ચાંપરડા, પૂ. દેવપ  ્‌રસાદજી મહારાજ આણદાબાવા સેવા આશ્રીમ જામનગર, પૂ.. સ્‍વામી દેવચરણદાસજી સ્‍વામીનારાયણ મંદિર ભુજ, પૂ. ત્રિકમદાસ મહારાજ મહંતશ્રી સચિદાનંદ મંદિર બઅંજાર, પુઉ સીતારામ બાપુ મહંતશ્રી શિવકુંજ આશ્રમ મોટાગોપનાથ ભાવનગર, પૂ. સ્‍વામી શ્રી આરૂણી ભગત અક્ષ્ષ્‍ક્ષર મંદિર ગોંડલ, ડો. વલ્લભભાઇ કથીરીયા પૂર્વ ચેરમેન કામધેનુ આયોગ, મનોજભાઇ પી. સોલંકી અધ્‍યક્ષ અક્ષય કૃષિ પરિવાર માધાપર કચ્‍છ, વિઠ્ઠલભાઇ દુધાત્રા પ્રદેશ પ્રમુખ ભારતીય કિસાન સંઘ ખંભાળીયા, વેલજીભાઇ ભુંડીયા માધાપર કચ્‍છ, ડો. બાલકૃષ્‍ણ જોષી નિવૃત્ત પ્રાધ્‍યાપક જુનાગઢમાલદેભાઇ આહીર ઉપલેટાની વરણી કરવામાં આવેલ છે. જેઓ જમીન સંવર્ધનની સંકલ્‍પનાને સાકાર કરી રહ્યા છે. તેમ મેઘજીભાઇ હીરાણી (મો.૮૪૨૮૦ ૮૧૧૭૫) અને મનોજભાઇ સોલંકીએ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:51 pm IST)