Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરેન્દ્રનગર જેલમાંથી પેરોલ જંપ કરનાર હત્યાનો કેદી રજીદખાન મલેક રાજકોટમાં પકડાયો

માલવીયાનગર પોલીસે સ્વામીનારાયણ ચોક પાસેથી દબોચ્યો

રાજકોટ તા. ૧૦ : સ્વામીનારાયણ ચોક પાસેથી માલવીયાનગર પોલીસે સુરેન્દ્રનગર જેલમાંથી પેરોલ જંપ કરી એકવર્ષથી ફરાર હત્યા કેસના કેદીને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ એકવર્ષથી ફરાર કેદી સ્વામીનારાયણ ચોક પાસે હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ ભાવેશભાઇ ગઢવી તથા હહરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ.કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દીગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ, હિતેષભાઇ અગ્રાવત સહિતે સુરેન્દ્રનગર જેલમાંથી પેરોલ જંપ કરનાર આજીવન કેદની સજા ભોગવતો કેદી રજીદખાન મહોબતખાન મલેક (ઉ.૩૩) (રહે.ગેડીયા ગામ તા.પાટડી, સુરેન્દ્રનગર)ને પકડી લઇ સુરેન્દ્રનગર જેલમાં ધકેલી દીધો હતો. રજીદખાન પેરોલ રજા પર ગયા બાદ એક વર્ષથી ફરાર થઇ ગયો હતો.

(4:21 pm IST)