Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

શીલ્પન ઓનીકસમાં રસીકરણ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૯ માં શીલ્પન ઓનીકસ સાધુ વાસવાણી માર્ગ ખાતે મહાનગરપાલિકા દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ વેકસીનેસન કેમ્પમાં ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય, વોર્ડ મહામંત્રી વીરેન્દ્ર ભટ્ટ, શિલ્પન ઓનેકસના પ્રમુખ મોહનલાલ મણવર, હાર્દીક પટેલ તથા અન્ય કમિટી મેમ્બરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 pm IST)