Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૦: સિવિલ હોસ્પિટલ બાળકોના વિભાગ સામે બગીચામાં અજાણ્યા વૃધ્ધ ઉમર આશરે ૬૦ બેભાન પડ્યા હોઇ ૧૦૮ને જાણ થતાં તેના ઇએમટી મનસુખભાઇએ તપાસ કરતાં તેનું મૃત્યુ થયાનું જણાતાં કન્ટ્રોલ રૂમને જાણ કરતાં પીએસઆઇ ચોૈહાણે પ્ર.નગર પોલીસને વાકેફ કરતાં હેડકોન્સ. વી. બી. રાજપૂતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જાણાવાયું છે.

(11:56 am IST)