Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનાની સારવાર દરેક માટે સમાન હોવી જોઇએઃ દિલીપ પટેલનો ચીફ જસ્ટીસને પત્ર

નિવૃત જજો-કર્મચારીને પ્રાથમિકતા આપવાના મુદ્ે વકીલોનું હિત પણ ધ્યાન લેવું જોઇએઃ વકીલોનું વિચારો

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટના અમુક સીનીયર વકીલો દ્વારા સબઓડીનેટ જયુડીશ્યલ ઓફર્સ તથા કર્મચારી ન્યાયતંત્રની સેવા કરી નિવૃત થયેલ ન્યાયધીશો કુટુંબને કોવીડની સારવારમાં પ્રાથમિકતા આપવા સરકારે કરેલ નિર્ણયનો વિરોધ કરેલ હતો અને વકીલોને પણ સુવિધા માટે વાત કરેલ હતી. આ વિરોધ અને વિચાર સરકારના નિર્ણયનો અને વકીલોના હીતનો હતો. કોરોના સંબંધી સારવાર પક્ષપાણી ન હોવી જોઇએ તમામ લોકોની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ તેમ દિલીપ પટેલે જણાવેલ છે.

નિવૃત ન્યાયધીશના યુનિયને તેના પત્રમાં રાજકારણી, ધાર્મિક મેળાવડા, આઇ. પી. એસ., આઇ. એ. એસ. અધિકારી, રાજકારણીઓ ઉપર આક્ષેપ કરેલ તેના પુરાવા રજૂ કરવા જોઇએ. માત્ર આક્ષેપ કરવા યોગ્ય નથી. જજીસને નિવૃતી બાદ મોટુ પેન્શન મળે છે અને તેમાંથી સારવાર, રોજી-રોટી, બાળકોના અભ્યાસનો ખર્ચ વિગેરે કરી શકે જયારે વકીલોને કામ સિવાય કોઇ આવક નથી પેન્શન નથી, પગાર નથી, સવા વર્ષથી કોર્ટો બંધ હોવાથી ૮૫,૦૦૦ વકીલો પૈકીના ૯૦% વકીલો બેકાર થયા છે તે ઘ્યાને લેવુ જરૂરી છે.

એસોસીયેશન ફોર જસ્ટીસ નામના યુનીયને ૧૨૫ નિવૃત જજો સંક્રમીત થયેલ અને ૧૦નંુ મૃત્યુ થયેલનંુ જણાવેલ છે જયારે ગુજરાતના હજારો વકીલ અને પરીવારના સભ્યોનુ કોરોના કાળમા બીમારીમા મૃત્યુ થયેલ છે અને આવક ન હોવાથી ઘણા વકીલોએ આત્મહત્યા કરેલ છે તેમનો પરીવાર નાંેધારો બનેલ છે. જે આ યુનીયન કેમ ઘ્યાને લેતા નથી કે મદદ માટે આગળ આવતા નથી.

પોતે નિવૃત હોવા છતા પણ રીટાયર્ડના મોભાદાર હોદા સાથે જીવન જીવી રહેલ છે જયારે વકીલોની નિવૃતી બાદ શુ હાલત છે તે પણ ઘ્યાને લેવાની જરૂર છે. મારી દ્રષ્ટીએ આવુ યુનીયન નિવૃત જજીસનંુ કાયદેસરનુ નથી યુનીયન રચીને સમાજ ઉપર વકીલો ઉપર દબાવ લાવવા માટેનું હોવાની છાપ ઉભી થાય છે તે સમાજ માટે યોગ્ય અને ગરીમાપુર્વકનંુ નથી તેવુ નમ્ર માનવુ છે.

આ કોવીડ-૧૯ના કપરા કાળમા દરેક વ્યકિત પછી વકીલ હોય, અધિકારી હોય, આઈ.એ.એસ., આઈ.પી.એસ, રાજકારણી હોય, ન્યાયધીશ, નિવૃત ન્યાયધીશ બધાને કોરોના મહામારીના ભોગથી બચવાનું છે ઘણાનો મહામારીમા ભોગ લેવાઈ ગયો. પક્ષાપક્ષી, આક્ષેપ બાજી દુર કરી દરેક પોતાના હોદાથી થાય તેટલી સામાજીક સેવા કરી સમાજનુ ઋણ ઉતારવાનો સમય છે તેવુ મારૂ નમ્ર માનવુ છે. બાર.કાઉ.ઓફ ઇન્ડીયા મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવેલ છે.

(11:56 am IST)