Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

શાપરમાં જૂના ઝઘડાનો ખાર રાખી રાજકોટના યુવાનનું અપહરણ કરી ૪ શખ્સોએ મારમારી ધમકી દીધી

રાજકોટના પુનીત વર્મા, ભુસા જાદવ, જગદીશ રાઠોડ અને બળદેવ ડાભી સામે ગુનો

રાજકોટ તા.૧૦ : રૈયાધાર ડ્રીમસીટીની સામે સોપાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી એપાર્ટમેન્ટમાંજ રહેતા શખ્સ સહિત ચારના શખ્સોએ શાપર-વેરાવળમાંથી હલમાં ઉઠાવી મારમારી ધમકી આપતા ફરીયા કરી છે.

મળતી વિગત મુજબ રૈયાધાર ડ્રીમ સીટીની સામે સોપાન હાઇટ્સ ડી-૬૦૧ માં રહેતા હિતેશભાઇ મહેન્દ્રભાઇ અજમેરા (ઉ.૪૯) એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રાજકોટ રૈયાધાર સોપાન હાઇટ્સમાં રહેતો પુનીત વર્મા, ભુસા સીંગભાઇ જાદવ, જગીશ કરશનભાઇ રાઠોડ અને બળદેવ બચુભાઇ ડાભીના નામ આપ્યા છે. હિતેષભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે શાપરમાં આવેલી અનુપમ ઇન્ટરનેશનલ પ્રા.લી.માં પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરે છે. પોતાને સંતાનમાં બે દીકરી છે. ગત  તા.૬/પના રોજ પત્ની પોતાની મોટી પુત્રીને બિલ્ડીંગમાં ડી.પ૦૧માં ભાડે રહેતા પુનીત વર્મા નામના શખ્સ સાથે જોઇ જતા આ બાબતે પોતે પુનીત વર્માને પુછતા તેણે ઝઘડો કરેલ હોઇ અને તા.૭/પ ના ભુસાગીગા જાદવ (ભરવાડ) એ પોતાને મોબાઇલ પરથી સાંજે ધમકી આપી હતી આ બાબતે સોસાયટી પરિવારના લોકોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી હતી બે દિવસ પહેલા પોતે શાપરમાં આવેલ અનુપમ ઇન્ટરનેશનલ પ્રા.લી. કારખાને નોકરી પર હતા ત્યારે પોલીસ મથકમાં કરેલી અરજી  બબતનો ખાર રાખી પુનીત વર્મા, તેની સાથે તેના સાગરીતો ભુસાગીગા જાદવ, જગદીશ કરશનભાઇ રાઠોડ બળદેવ બચુ ડાભી (રહે. રાજકોટ) ચારેય શખ્સો પુનીત વર્માની કાળા કલરની જીજે.૩-એલએમ.-૪૧પ૩ નંબરનીક્કેટા કારમાં આવી પોતાને કારખાના પાસે આવી પોતાનેકારખાનાની બહાર બોલાવી ધમકી આપી બળજબરીથી કારમાં બેસાડી કાર થોડા દુર સુધી લઇ જઇ અને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને ચારેય શખ્સો પોતાને ઢીકાપાટુ તથા ઝાપટો મારી ગાળો આપી હતી અને પુનીત વર્માએ કહેલ કે 'તે મારી આબરૂના સોસાયટીની વચ્ચે કાંકરા કરી નાખ્યા છે તને અને તારા પરિવારના સભ્યોને હવ ેહું નહી છોડુ મારી નાખીશ તારે જે કરવુ હોય જયાં પોલીસ ફરીયાદ કરવી હોય ત્યાં કરે લેજે  જયાં દોડુ હોય ત્યાં દોડી લે તુ  મને ઓળખતો જથી મારી પહોંચ કયાંય સુધી છે' તેમ કહી પોતાને વધુ મારમારવા લાગેલ અને મને એમ પણ કહેલ કે તારી સોસાયટીમાં મેસેજ નાખી દે કે 'તુ ખોટો છે' નહી તો પરીણામ ભોગવવા તૈયાર રહેજે. તેવી જબરદસ્તી કરેલ અને ચારેયે પોતાને બે ફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોતે મોકો જોઇ કારના દરવાજો ખોલી નાશી છુટેલ અને હેમખેમ કારખાને આવી ગયેલ બાદ પોતે રાજકોટ પોલીસ કમિશ્નરને રજુઆત કરતા તેણે યુનિવર્સિટી પોલીસ મથકમાં નીવેદન લખાવ્યા બાદ બનાવની હદ શાપર પોલીસ મથકમાં આવતી હોઇ તેથી પોતે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ. કે.એ.ગોહીલે તપાસ હાથ ધરી છે

(1:25 pm IST)