Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેરીના વેપારીઓને ત્યાં મનપાનું ચેકીંગ : ૧૫ને નોટીસ

કાર્બાઇટથી કેરી પકાવવા અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઇ પરંતુ ફુડ લાયસન્સ નહી હોવાથી નોટીસ ફટકારાઇ

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવતા આસમીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ૧૫ આસામીઓને ફુડના પરવાના બાબતે નોટિસ આપેલ છે.

નોટીસ આપવામાં આવેલ પેઢીઓમાં (૧) જય જલારામ કેરી ભંડાર અમીન માર્ગ, હીગરાજ ચોક (૨) ચેતન સીઝન સ્ટોર અમીન માર્ગ, અક્ષરમાર્ગ કોર્નર (૩) મનાલી ફ્રેશ ડીંપલ કોમ્પલેક્ષ, અમીન માર્ગ, (૪) રાધે કૃષ્ના ફ્રુટ ગીરીરાજ હોસ્પિટલ પાસે, ૧૫૦ રીંગ રોડ (૫) માનાલી જયુસ એન્ડ ફ્રુટ સરદાર કોમ્પ. યુની. રોડ (૬) ભોલા ફ્રુટ સરદાર કોમ્પ. યુની. રોડ, (૭) મોરૂકા ગીર કેરી સરદાર કોમ્પ. યુની. રોડ (૮) જલારામ ફ્રુટ તીર્થરાજ કોમ્પ. યુની. રોડ (૯) શ્રીજી મેન્ગો સરદાર કોમ્પ. સામે, યુની. રોડ (૧૦) મોમાઇ કેરી ભંડારશ્રી કોમ્પ. રોડ (૧૧) ગોલ્ડન કેરી ભંડાર સરદાર કોમ્પ. સામે, યુની. રોડ (૧૨) શ્રી સીઝન સ્ટોર ઉમીયાજી કેરી ભંડારમહાલક્ષ્મી મે.રોડ. યુની રોડ કોર્નર(૧૩) શુભ કેરી મહાલક્ષ્મી મે.રોડ. યુની રોડ કોર્નર (૧૪) વી કે ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (૧૫) મહાકાળી ફ્રુટ સેન્ટર કોઠારીયા રોડ નો સમાવેશ થાય છે.

તેમજ (૧૬) બીપીન કેરીવાળા પતીરા બ્રધર્સ પાસે, અમીન માર્ગ, (૧૭) રોયલ ફ્રુટ એન્ડ જયુસ૧૫૦ રીંગ રોડ યુની. રોડ કોર્નરઆઇ (૧૮) શ્રી ખોડીયારમાં ફ્રુટ સેન્ટર સંદરમ્ એપા. યુની. રોડ (૧૯) હંસરાજ ફાર્મમહાલક્ષ્મી મે.રોડ. યુની રોડ કોર્નર (૨૦) તીરુપતી ફ્રુટસંતકબીર રોડ (૨૧) સત્યમ ફ્રુટ સેન્ટર સંતકબીર રોડ (૨૨) મારૂતી સીઝન સ્ટોરસંતકબીર રોડ (૨૩) જય અંબે ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (૨૪) જે પી ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (૨૫) મોમાઇ ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (૨૬) જલીયાણ ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (૨૭) રસીકભાઇ કેશુભાઇ ફ્રુટવાળા માર્કેટીંગ યાર્ડ (૨૮) બાપાસીતારામ ફ્રુટ સંતકબીર રોડ (૨૯) ભારત ફ્રુટ સેન્ટર પેડક રોડ ખાતે ચકાસણી કરવામાં આવી હતી.  હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા FSSAI માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે. જેની સરકારશ્રી દ્વારા માન્યતા આપેલ છે.

(3:03 pm IST)