Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ચોમાસુ ઢુકડુ : કાલે પૂર્વ આયોજનની પ્રથમ બેઠક

ગયા વર્ષે ગુજરાતમાં ૧૩૭ ટકા જેટલો વરસાદ થયેલ : આ વર્ષે પણ જુનથી સારા વરસાદની આશાઃ મુખ્ય સચિવ તમામ કલેકટરોને માર્ગદર્શન આપશેઃ હવામાન ખાતાના અધિકારીઓ પણ જોડાશે

રાજકોટ તા. ૧૦ : ઉનાળાનો ઉતરાર્ધ શરૂ થઇ ગયો છે. ચોમાસુ નજીક આવી રહ્યું છે. રાજ્ય સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી છે. કાલે મંગળવારે બપોરે ૩ વાગ્યે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમએ ચોમાસા પૂર્વની તૈયારી માટે પ્રથમ ઓનલાઇન બેઠક યોજેલ છે. જેમાં તમામ જિલ્લા કલેકટરો અને હવામાન વિભાગ તથા સરકારના વિભાગોના અધિકારીઓ જોડાશે.  ગુજરાતમાં ગયા વર્ષે સરેરાશ ૧૩૭ ટકા જેટલો વરસાદ થયેલ. જેનાથી ખેતીને પુષ્કળ ફાયદો થયો હતો. રાજ્યમાં સામાન્ય રીતે જુન મધ્યમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે. જિલ્લાવાર સમયસર કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે સૂચના અપાશે. વોકળા, સમયસર અસરગ્રસ્તો માટે સ્થળાંતર વગેરે આયોજન થશે. કાલે હવામાન શાસ્ત્રીઓ તરફથી વરસાદના આગમન અને સંભવિત પ્રમાણે અંગે વર્તારો આપશે.

(3:16 pm IST)