Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પાક ધિરાણની ૩૦ જુનની મર્યાદાનો વધારો લાગુ કરાવો : કિસાન સંઘની માંગ

ધિરાણનું રોટેશન અને ખેડૂતોનું આગલા વર્ષનું વ્યાજ જમા કરવા સહિતની રજુઆતો : કલેકટરને આવેદન પાઠવાયું

રાજકોટ, તા. ૧૦ :  ભારતીય કિસાન સંઘની રાજકોટ શાખા દ્વારા ખેડૂતોને પાક ધિરાણની ૩૦ જુનની મર્યાદામાં વધારો લાગુ કરાવવા સહિતનાં પ્રશ્નોની રજુઆત કલેકટરને આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે  સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષના પાક ધિરાણમાં ૩૦ જુન સુધીના સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. પરંતુ રાષ્ટ્રીય કૃત બેંકોમાં પરિપત્ર ન મળવાને કારણે ઘણી બધી બેંકો ખેડૂતોને આવા કોરોનાના ભયાનક વાતાવરણની અંદર પ્રેસર આપીને ખેડૂતોને તાત્કાલિક ધિરાણ ભરવા મટો મજબુર કરે છે. તો તાત્કાલિકના ધોરણે રાષ્ટ્રીય કૃત બેંકની અંદર આની અમલવારી કરાવવી.

વર્તમાન કોરોનાના પ્રકોપમાં અને ગામડાઓની અંદર પણ કોરોનાનો પ્રકોપ ખેડૂતની વાસ્તવિક હકિકત જોતા કોઇપણ સંજોગોમાં ચાલુ ધિરાણ ભરપાઇ કરી નવું ધિરાણ લઇ શકે તેમ નથી. જેથી વર્ષ-ર૦ર૦-ર૧ વર્ષનું ખરીફઊરવી ધિરાણ (કેસીસી) ર૦ર૧-રર માં ટ્રાન્સફર કરી આપવું જોઇએ. કેન્દ્ર સરકાર ૩ટકા વ્યાજ રાહત અને રાજય સરકાર ૪ટકા વ્યાજ રાહત ખેડૂતોને આપે છે. તેથી ખેડૂતોને વ્યાજ ભરવાનો પ્રશ્ન નથી. આમ માત્ર હવાલાથી ધીરાણ ટ્રાન્સફર કરવાનું છે, જે સરકારશ્રી દ્વારા ટ્રાનસફર કરીને આ વર્ષની જે મુદતો છે. તે ભરપાઇ કરવાની મુદત કરી આપવામાં આવે જેથી ખેડૂતો જુના દેવો મુકત બને અને ચાલુ વર્ષની ખરીફ રવી ઉપજો તબક્કાવારે વેચીને યોગ્ય ભાવ મેળવી શકશે. આ અમારા રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘ માંગણી કરીએ છીએ જે સ્વીકારવામાં આવે.

જુના પાક ધિરાણની અંદર સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવતા વ્યાજની સહાય રજુ સુધી ખેડુતોના ખાતામાં જમા થઇ નથી. તો તાત્કાલિકના ધોરણ જમા કરવા વિનંતી. જો સરકારને જ વ્યાજ ચુકવવાનું હોય. તો ખેડૂતો પાસેથી બેંકો દ્વારા એડવાન્સમાં શું કામ વ્યાજ લેવું જોઇએ ? કારણ વગર સમય અને શકિતનો દુરઉપયોગ થાય છે. જેથી કરીને એડવાન્સમાં લેવાતુ વ્યાજ તાત્કાલિક બંધ કરવું જોઇએ. ઘણી બધી સહકારી  બેંકો ખેડૂતો પાસેથી વ્યાજ એડવાન્સમાં નથી. લેતી. તો રાષ્ટ્રીયકૃત બેંકો એ પણ ન લેવું જોઇએ. તાત્કાલિકના ધોરણે આ પ્રશ્નનું નિવારણ આવે તે ભારતીય કિસાન સંઘની માંગણી છે.

ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખિયા, રમેશભાઇ ચોવટિયા, પ્રભુદાસભાઇ મણવર, મનોજભાઇ ડોબરિયા, જીવનભાઇ વાછાણી, ભરતભાઇ પીપળીયા, વિઠ્ઠલભાઇ બાલધા, રતિભાઇ ઠુંમર, મધુભાઇ પાંભર, બચુભાઇ ધામી, ધર્મેશભાઇ સોરઠીયા, જીતુભાઇ સંતોકી, શૈલેષભાઇ સીદપરા, ભૂપતભાઇ કાકડિયા, ભાવેશભાઇ રૈયાણી, અશોકભાઇ મોલિયા, જાગાભાઇ ઝાપડિયા, કિશોરભાઇ લક્કડ, રમેશભાઇ હાપલીયા, વિનુભાઇ દેસાઇ, રમેશભાઇ લક્કી, ઝાલાભાઇ ઝાપડિયા વિપુલભાઇ સુદાણી, જમનભાઇ પાગડા તેમજ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓએ પશુ પાલકો તેમજ ખેડૂતો વતી આ રજુઆત કરી હતી.

(4:17 pm IST)