Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સમરસ કોવિડ સેન્ટરમાં ખાનગી કોન્ટ્રાકટ સ્ટાફની ઇમાનદારી : દર્દીના ત્રણ હજાર પરત આપ્યા

રાજકોટ : મકવાણા મહેશ અને તેજલ ચાંવ અને સેનેટરી ઇન્સ્પેકટર રાજ હુણને એક દર્દીના પલંગની ચાદર નીચે રોકડ રકમ રૂ. ૩૭૨૦ મળી આવતા તેઓએ પૂરી ઇમાનદારીથી તે રકમ મળી હોવાની જાણ કોન્ટ્રાકટર એમ જે સોલંકીના સમરસ ખાતેના એચ આર મેનેજર મહિપાલસિંહ જેઠવાને કરી હતી. જેમણે અહીંના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને જાણ કરતા આ બેડ પર દાખલ થયેલા તમામ દર્દીઓની હિસ્ટ્રી ચેક કરાવી હતી. તપાસને અંતે આ રકમ મૃતક દર્દી રમેશભાઈ માનસિંહભાઈ ખીમાનીયાની હોવાનું જાણવા મળેલ. તેમના સગાઓનો સંપર્ક કરી સુપ્રત કરેલ. એજન્સીના નાના કર્મચારીની ઇમાનદારીનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આ તમામ કર્મચારીને બિરદાવવામાં આવ્યા હતા અને તેઓની કામગીરી વહીવટી તંત્ર દ્વારા બિરદાવી હતી. એમ.જે. સોલંકી એજન્સી દ્વારા પણ કર્મચારીઓને બિરદાવ્યા હતા તે વખતની તસ્વીર.

(4:20 pm IST)