Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સાંકેત કોવીડ હોસ્પિટલમાં ડોકટર અને સ્ટાફ પર હુમલો કરનારા બે પકડાયા

હથિયાર, દારૂ, મારામારી સહિતના આઠ ગુનામાં સામેલ નવદીપસિંહ જાડેજા અને મારામારી સહિતના પાંચ ગુનામાં સામેલ અભીજીતસિંહ જેઠવાની માલવીયા નગર પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૦ : નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલી સાંકેત હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ મામલે ડોકટર અને સ્ટાફ પર થયેલા હુમલામાં માલવીયાનગર પોલીસે બેશખ્સોને પકડી લીધા હતા.નાનામવા રોડ પર નહેરૂનગરમાં આવેલી વિરલ સોસાયટીમાં રહેતા દીલીપસિંહ માનસિંહ જાડેજા તા.૯/૪ ના રોજ નાનામવા રોડ રાજનગર ચોક પાસે, આવેલી સાંકેત કોવીડ નોનકોવીડ હોસ્પિટલમાં ડો.વીરલભાઇ ગાજીપરાને બતાવવામાં આવ્યા હતા. અને હોસ્પિટલમાં દાખલ થયા હતા. બાદ તેનું તા.૧૬/૪ના રોજ તેનુ મૃત્યુ નિપજતા આ બનાવનો ખારરાખી તેના પુત્ર નવદીપસિંહ દીલીપસિંહ જાડેજા અને અભીજીતસિંહ બળવંતસિંહ જેઠવાએ હોસ્પિટલમાં ધમાલ મચાવી ડોકટર અને સ્ટાફને ગાળો આપી મારમાર્યો હતો. આ મામલે હોસ્પિટલના તબીબો માલવીયાનગર પોલીસે ફરીયાદ નોંધાવતા પી.આઇ. કે.એ.ન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી.કે.ઝાલા, એ.એસ.આઇ. જી.વાય. પંડયા, હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દીગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મુકેશભાઇ, હિતેષભાઇ તથા ઘનશ્યામસિંહ ડાભી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવદીપસિંહ દીલીપસિંહ જાડેજા(રહે. વીરલ સોસાયટી શેરી નં.૧) અને અભીજીતસિંહ બળવંતસિંહ જેઠવા (રહે. સ્નેહ સાગર એપાર્ટમેન્ટ યુનિવર્સિટી રોડ)ની ધરપકડ કરી હતી પકડાયેલ નવદીપસિંહ અગાઉ હથીયાર, મારામારી, દારૂ સહિત આઠ ગુનામાં અને અભીજીતસિંહ જેઠવા મારામારી ધમકી સહિતના પાંચ ગુનામાંં પકડાઇ ચુકયા છે.

(4:24 pm IST)