Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સંત કબીર રોડના નાલા પાસે એકટીવા સ્લીપ થતાં ગીરધરભાઇ શુકલનું મોત

યાર્ડમાં સિકયુરીટીમાં નોકરી કરતા'તાઃ પણ કેટલાક દિવસથી રજા પર હતાં: વહેલી સવારે આટો મારવા નીકળ્યા ને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૦: દૂધ સાગર રોડ પર એચજે સ્ટીલ સામે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં ગીરધરભાઇ નરભેશંકર શુકલ (ઉ.વ.૬૦) સવારે ચારેક વાગ્યે સંત કબીર રોડના નાલા પાસે ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ તરફ જવાના રસ્તેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ગીરધરભાઇ માર્કેટ યાર્ડમાં સિકયુરીટીની નોકરી કરતાં હતાં. પણ હાલમાં બિમાર હોઇ કેટલાક દિવસથી રજા પર હતાં. આજે સવારે ઘરેથી એકટીવા લઇ આટો મારવા નીકળ્યા હતાં અને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:29 pm IST)