Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

નાના મવા રોડ શ્યામનગરમાં રાજેન બાવરીયાના કારખાનામાં જૂગારનો દરોડોઃ ૬ શખ્સ પકડાયા

૫૩૨૦૦ની રોકડ કબ્જેઃ એએસઆઇ સી. એમ. ચાવડા, અભીજીતસિંહ, કરણ મારૂની બાતમી

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ રાજનગર ચોક પાસે શ્યામનગર-૩માં શયમ બોકસ નામના કારખાનામાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કારખાના માલિક સહિત છને પકડી લીધા હતાં.

પોલીસે શ્યામનગર-૩માં રાજેન વલ્લભભાઇ બાવરીયા (ઉ.૪૨-રહે. સોૈરભ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૩, સત્યસાઇ રોડ)ના કારખાનામાં એએસઆઇ સી. એમ. ચાવડા, અભીજીતસિંહ જાડેજા અને કરણ મારૂની બાતમી પરથી દરોડો પાડી તેને તથા રાહુલ કાંતિભાઇ સુદ્રા (ઉ.૨૯-રહે. શ્યામનગર રાજનગર ચોક પાસે), સમસુદ્દીન ઉર્ફ લાલો કમરૂદ્દીનભાઇ રૂપાણી (ઉ.૩૩-રહે. અલ્કાપુરી સોસાયટી-૩, રૈયા રોડ), પ્રવિણ મગનભાઇ નારણીયા (ઉ.૩૫-રહે. અમીન માર્ગ બંસી પાર્ક-બી, ગુરૂકૃપા, ગંગા હોલ સામે), ધર્મેશ વાલજીભાઇ સાકરીયા (ઉ.૨૧-રહે. હિંગળાજનગર-૪, અમીન માર્ગ) તથા બાબુ દુદાભાઇ પરમાર (ઉ.૪૧-રહે. ચામુંડાનગર-૨, ચંદ્રેશનગર ચોક)ને પકડી લઇ રૂ. ૫૩૨૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ સી. એમ. ચાવડા, બિપીનદાન ગઢવી, જયંતિભાઇ ગોહિલ, હેડકોન્સ. અભીજીતસિંહ, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, કોન્સ. ઇન્દુભા ગોહિલ, કરણ મારૂ સહિતે આ કામગીરી કરી હતી.

(1:11 pm IST)