Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

આગામી ૨૧ જૂન યોગ દિવસ : રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ ગોંડલની સંગ્રામસિંહજી શાળા ખાતે તથા ૭૫ અમૃત સરોવરો ખાતે યોજાશે

‘દરેક ઘરના આંગણે યોગ' : સ્‍કૂલો - કોલેજો - યુનિ. - IIT - જેલો સહિતના સ્‍થળે યોગ દિવસની ઉજવણી થશે : જિલ્લા તાલુકા લેવલે કમિટિની રચના : દિવ્‍યાંગો - વૃધ્‍ધો માટે યોગ ઉપરાંત રેલવે સ્‍ટેશન - ખંભાલીડા બૌધ્‍ધ ગુફા - દરબારગઢ પણ આવરી લેવાશે : ૧૫મીએ યોગ યાત્રા કમ પ્રભાતફેરી ગામેગામ નીકળશે : ૧૬મીએ એઇમ્‍સ સહિતની આરોગ્‍ય સંસ્‍થાઓમાં યોગ થશે : ૨૦ જેટલા માસ્‍ટર ટ્રેનર્સ યોગ ટ્રેનર્સ બનનારને સન્‍માન પત્ર

રાજકોટ તા. ૧૦ : રાજકોટ જિલ્લામાં ૯ મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણીના સુચારૂ આયોજન માટે કલેક્‍ટરશ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષસ્‍થાને સંબંધિત અધકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ‘હર ઘર  આંગન યોગ'ના સુત્ર મુજબ જિલ્લાભરની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આઇ.ટી.આઇ. સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, પી.એચ.સી, સી.એચ.સી., જેલો ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પણ યોગ દિવસની ઉજવણી થશે. જેમાં રાજકોટ જિલ્લાનો મુખ્‍ય  જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ગોંડલની સંગ્રામસિહજી શાળામાં યોજાશે. જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તથા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ થશે.  આ ઉપરાંત ઙ્કઆઝાદી કા અમૃત મહોત્‍સવઙ્ઘ અંતર્ગત જિલ્લાભરમાં નિર્માણ થયેલા ૭૫ અમૃત સરોવરો તથા આઇકોનીક સ્‍થળોએ પણ યોગ નિદર્શનના કાર્યક્‍મો  યોજવામાં આવશે.

કલેકટરશ્રીએ રાજય સરકારના યુવક, સેવા અને સંસ્‍કૃતિ વિભાગ હસ્‍તકના યોગ બોર્ડની સુચના અન્‍વયે રાજકોટ જિલ્લામાં વધુ ને વધુ લોકો યોગના કાર્યક્રમોમાં જોડાય તે માટે સુચારૂ આયોજન કરવા  અંગે ઉપસ્‍થિત અધિકારીઓને પી.પી.ટી.ના માધ્‍યમથી માર્ગદર્શન આપ્‍યુ હતું.  આ તકે જિલ્લા, તાલુકા અને નગર પાલિકા કક્ષાની કમિટિની તથા તેના હોદેદારોની રચના થઇ હતી.

યોગ દિવસની ઉજવણી થોડી નવીનતમ રીતે કરવા પણ કલેકટરશ્રીએ સુચનો આપ્‍યા હતા. જેમાં દિવ્‍યાંગો-વૃધ્‍ધો માટેના યોગ, યુવા માટે એડવાન્‍સ યોગ, રેલ્‍વે સ્‍ટેશન, ખંભાલિડા, દરબારગઢ સહિતના હેરીટેજ સ્‍થળોએ યોજવાનું પણ જણાવ્‍યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જણાવ્‍યું હતું કે પંચાયત દ્વારા તા.૧૫ના યોગ યાત્રા કમ પ્રભાતફેરી  ગામો ગામ ફરશે. આ યોગ યાત્રામાં યોગ વિશે નિબંધ, ચિત્ર, પ્‍લે કાર્ડ બનાવનારા વિધાર્થીઓની કૃતિઓનો પણ સમાવેશ કરાશે. જેના દ્વારા વધુને વધુ લોકોને યોગ દિવસમાં જોડાવા અપીલ કરવામાં આવશે. તા.૧૬ ના એઇમ્‍સમાં આયુષ વિભાગ, પી.એચ.સી. તથા સી.એચ.સી. સહિતની આરોગ્‍ય સંસ્‍થાઓમાં પણ યોગ દિવસ યોજાશે. જેમાં આરોગ્‍ય સ્‍ટાફ જોડાશે. યોગ દિવસમાં વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ જેવી કે પતંજલિ, બ્રહમાકુમારી, સ્‍વામી વિવેકાનંદ  સંસ્‍થા વગેરે પણ ભાગ લેશે. રાજકોટ જિલ્લામં યોગ બોર્ડના ૨૦ જેટલા યોગના માસ્‍ટર ટ્રેનર્સ છે. તેઓ દ્વારા વધુ ને વધુ  યોગ ટ્રેનર્સને તાલીમ બધ્‍ધ કરવામાં આવી રહયા છે. કલેકટરશ્રીએ આ વિશે કહયું હતું કે કોઇ પણ સરકારી કે બિન સરકારી વ્‍યકિત જો યોગ ટ્રેનર્સ બનવા યોગ્‍યતા પ્રાપ્ત કરશે તો તેને કલેકટર દ્વારા સન્‍માન પત્ર આપીને પ્રોત્‍સાહિત કરાશે.

આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વશ્રી કે.જી. ચૌધરી, વિવેક ટાંક, સંદીપકુમાર વર્મા,  આર.સી.એચ.ઓ. ડો. પી.કે.સિંગ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિહોરા,  જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રા, યોગ ટ્રેનરશ્રી વંદના રાજાણી,  સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(11:24 am IST)