Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાજકોટ જેલનો પેરોલ જમ્‍પનો ધોરાજીનો આરોપી ઝડપાયો

ધોરાજી, તા.૧૦: રાજકોટ રેન્‍જના પોલીસ મહા નિરીક્ષક અશોક યાદવ અને જિલ્લા પોલીસવડા  જયપાલસિંહ રાઠોડ, જેતપુર ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક ડોડીયા એ નાસ્‍તા ફરતા અને પેરોલ જમ્‍પ ના આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્‍વયે પીઆઇ એ બી ગોહિલના માર્ગદર્શન તળે   પેટ્રોલિંગમાં  સ્‍ટાફ હતો તે દરમિયાન  ધર્મેન્‍દ્રભાઈ ચાવડાને હકીક્‍ત મળેલ કે રાજકોટ જિલ્લા જેલ નો પાકા કામનો કેદી  ઈબ્રાહીમ અલી રે ધોરાજી વાળો હાલ ધોરાજી પોસ્‍ટ ઓફિસ પાસે ચા ની હોટલ પાસે ઊભેલ હોવાની હકીકતના આધારે પોલીસે તપાસ કરતા મજકૂર આરોપી મળી આવતા મજકૂર આરોપીને ધોરાજી પોલીસ સ્‍ટેશન ખાતે લાવી રાજકોટ જિલ્લા જેલ ખાતે મૂકવા જવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કાર્યવાહીમાં સંજયભાઈ રાજપરા  વિગેરે જોડાયેલ હતાં.

વરલી રમતા બે ઝડપાયા

સ્‍ટેશન રોડ પરથી વરલી આંકડા લખીને જુગાર રમતા બે શખ્‍સો ધવલ ગાડું, સલીમશાહ અબૂશાને રૂા.૨૦ હજારના મૂદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:50 am IST)