Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

એઇમ્‍સનું કામ કેટલે પહોંચ્‍યુ ? કાલે નિરીક્ષણ કરશે મનસુખ માંડવિયા

કામ અપેક્ષિત ગતિથી ન થતા ટુંકાગાળામાં ત્રીજી વખત આવતા કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી

રાજકોટ,તા. ૧૦ : ભારતના આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા કાલે રવિવારે રાજકોટ પંથકની મુલાકાતે આવી રહ્યા છે. કાલે સવારે ૧૦ વાગ્‍યે ગોંડલ માર્કેટયાર્ડમાં જિલ્લા ભાજપ આયોજિત જાહેરસભામાં હાજરી આપશે. ત્‍યારબાદ બપોરે રાજકોટ નજીક જામનગર રોડ પર નિર્માણધીન એઇમ્‍સની મુલાકાતે આવી રહ્યા છે.

સમગ્ર ગુજરાતની એક માત્ર એઇમ્‍સ રાજકોટમાં નિર્માણ પામી રહી છે. કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા તેના નિર્માણમાં વિશેષ ધ્‍યાન આપી રહ્યા છે. નજીકના ભુતકાળમાં બે વખત એઇમ્‍સ સ્‍થળની મુલાકાત લઇ ચુકયા છે. એઇમ્‍સ નિર્માણની કામગીરી જેટલી ઝડપે થવી જોઇએ એટલી ઝડપે ન થતા મંત્રીશ્રી ટુંકાગાળામાં ત્રીજી વખત આવી રહ્યાનું જાણવા મળે છે. એઇમ્‍સમાં હાલ ઓપીડી ચાલુ થઇ ગઇ છે. ઓપીડી સિવાઇની સારવાર માટે જરૂરી અદ્યતન સાધનોની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. દિવાળી પહેલા વિસ્‍તૃત સેવા સાથે એઇમ્‍સ કાર્યરત કરી દેવાની સરકારની નેમ છે. કાલે મંત્રી શ્રી કામગીરીની સમીક્ષા કરશે. કામની ઝડપ વધારવા આખરી ટકોર કરે તેવી શકયતા નકરાતી નથી.

 

(12:59 pm IST)