Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

હોકી અમ્‍પાયરીંગ વર્કશોપ માટે રાજકોટના મુસ્‍કાન કુરેશી અને ઋતુ ધીંગાણીની પસંદગી

રાજકોટ તા. ૧૦: હોકીમાં રાજકોટની બે ખેલાડીઓ મુસ્‍કાન કુરેશી અને ઋતુ ધીંગાણીની એશિયન હોકી ફેડરેશન દ્વારા અમ્‍પાયરિંગ વર્કશોપ માટે નામાંકિત કરવામાં આવ્‍યા છે. મુસ્‍કાન કુરેશી અને ઋતુ ધીંગાણી રાજકોટ હોકી દ્વારા છેલ્લા પ વર્ષથી પ્રશિક્ષિત થઇ રહ્યા છે.

આ બંને ખેલાડીઓએ ખુબ નાની ઉંમરે હોકી અમ્‍પાયર તરીકેનું બહુમાન પ્રાપ્‍ત કરેલ છે. આ સિદ્ધિ બદલ હોકી રાજકોટ પરિવાર બંને ખેલાડીઓને અભિનંદન પાઠવે છે.

એશિયન હોકી ફેડરેશન એશિયામાં ફીલ્‍ડ હોકીની રમતનું સંચાલન કરતી સંસ્‍થા છે. તેમાં હવે ૩૩ સભ્‍ય સંગઠનો છે. તે ઇન્‍ટરનેશનલ હોકી ફેડરેશન સાથે જોડાયેલ છે.

ગત વર્ષે ગુજરાત રાજયની મેજબાનીમાં યોજાયેલ નેશનલ ગેમ્‍સ કે જે ભારત માટે મીની ઓલમ્‍પિક ગણાય છે તેમાં ગુજરાત મહિલા હોકી ટીમ માટે ઋતુ ધીંગાણીએ કેપ્‍ટન અને મુસ્‍કાન કુરેશીએ વાઇસ કેપ્‍ટન તરીકે ટીમ લીડ કરેલી હતી.

હોકી રાજકોટના મહેશભાઇ દિવેચા અને જાણીતા ઔદ્યોગિક એકમ જયોતિ સી.એન.સી.ની છેલ્લા ઘણા વર્ષોથી જહેમત ઉઠાવી રહ્યા છે રાજકોટની નામાંકિત કોર્પોરેટ કંપની જયોતિ સી.એન.સી. ર૦૦૮ થી હોકિની રમત અને ખેલાડીઓ માટે અવિરત પ્રોત્‍સાહન પુરૂં પાડતી રહી છે જેના પરિણામ સ્‍વરૂપ આજે આ બંને ખેલાડીઓ આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્‍ત કરી રહ્યા છે.

(3:57 pm IST)