Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

લોહાણા મેરેજ બ્‍યુરોનો નિઃશુલ્‍ક ધોરણે સેવાયજ્ઞ ચલાવતા મુકેશભાઇ તન્‍ના

રાજકોટ તા.૧૦ : ઇન્‍ફર્મેશન ટેકનોલોજી યુગમાં પણ લગ્ન સંબંધ માટે યોગ્‍ય પાત્રોની માહિતી મેળવવી આજેપણ અત્‍યંત મુશ્‍કેલ છ.ે ત્‍યારે રાજકોટમાં કમલેશ બ્રધર્સની ગાદીએથી વેપારની સાથે સેવાભાવી મુકેશભાઇ તન્નાએ આ પ્રવૃતિની શરૂઆત ૪૦ વર્ષ અગાઉ કરી છ.ે

મુકેશભાઇ તન્ના ૬પ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિ ધરાવે છ.ે મુકેશભાઇ સરળતાથી દીકરા કે દીકરીને પોતાનું જ સંતાન માની આત્‍મીય રીતે બંનેની  જીંદગીને ગોઠવી આપે છ.ે

પાનવાળાથી માંડીને કલેકટર જેવા ઉમેદવારના ૧૪,૦૦૦ થી વધુ સગપણ કરાવી જ્ઞાતિની આ અનોખી સેવા તેમણે કરી છ.ે

સમાજના પ્રત્‍યેક વર્ગ અને ભારતના દરેક શહેરમાં તેમની સેવાથી અનેક ઘર બંઘાયા છે. લગ્નોત્‍સુક ઉમેદવારોની ડઝનેક દળદાર ફાઇલોની માહિતી કાળજીથી જાળવી, મુકેશભાઇ આવેલ દરેક ઉમેદવાર તથા વાલીને મીઠો જવાબ તેમજ યોગ્‍ય માર્ગદર્શન આપે છ.ે

મુકેશભાઇ માત્ર માહિતી-આપ-લે કરતા નથી પરંતુ પોતાની પાસે આવેલ પાત્રનું યોગ્‍ય આંકલન કરી તેમને અમુલ્‍ય સલાહ સુચન પણ કરે છ.ે જરૂર જણાય કે ઉમેદવારની ઔપચારીક મીટીંગ રવીવારે પોતાની દુકાન પાસેજ કરાવે દે છે. અને રવીવારે એમની દુકાન ખાતે લગ્નોત્‍સુકના પરિચય મેળા જેવુ વાતાવરણ હોય છ.ે

રાજકોટમાં હાલમાં ક્રિષ્‍ના મોબાઇલ એસેસરીઝ હબ, રજત કોમ્‍પ્‍લેક્ષ, એબીસી મેડીકલ સામે, સરદારનગર મેઇન રોડ પર સોમથી રવી સવારે ૧૦ થી ૬ ના સમયે નિઃશુલ્‍ક સગપણ સેવા આપે છે. જેનો સંપર્ક મો.૯૮રપ૪ ૩૪૬૩૦, ૭રર૮૯ ૧૦૬૬ર છે.

(3:58 pm IST)