રાજકોટઃ નિસાન મોટર ઇન્ડિયા પ્રા. લિ. વેચાણ અને સર્વિસ માટે રાજકોટ, શહેરમાં બે નવા ગ્રાહક ટચપોઇન્ટ્સની રજૂઆતની સાથે ગુજરાતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરે છે. આ નવા ટચ પોઇન્ટ્સની માલિકી કાર્ગો મોટર્સની છે, જે ગુજરાત સ્થિત એક અગ્રણી ઓટોમોટિવ ડિલરશીપ જૂથ છે. બે નવા ટચપોઇન્ટના વિસ્તરણની સાથે નિસાનએ રાજકોટ અને ગુજરાત રાજ્યમાં તેના ગ્રાહકોના વેચાણ અને સર્વિસમાં કંઈક અદ્દભુત આપવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીને રાજ્યમાં તેના કુલ નેટવર્કનો આંકડો ૧૪ ટચપોઇન્ટ્સએ પહોંચાડ્યો છે. નવા નિસાન કાર્ગો શોરૂમનું ઉદ્દઘાટન શ્રી અમિત માગૂ, ડિરેક્ટર - સેલ્સ, નિસાન મોટર ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં વિગતો વર્ણવતા શ્રી રાકેશ શ્રીવાસ્તવ (મેનેજિંગ ડિરેક્ટર, નિસાન મોટર્સ ઇન્ડિયા પ્રા. લિ. (એનએમઆઇપીએલ)એ જણાવેલ કે નિસાન હંમેશા ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ જ હેતુ તરફ આગળ વધારતા અમે નિસાન પરિવારમાં રાજકોટમાં કાર્ગો નિસાનને આવકારતા ખૂશ છીએ.
અસાધારણ મૂલ્ય ઓફર કરવાની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વૈશ્વિક અને હરિફાઈયુકત પ્રોડકટ્સની સાથે નિસાનએ તાજેતરમાં જ મેગ્નાઇટ ગેઝા સ્પેશિયલ એડિશન રજૂ કરી છે, જે આ વર્ષે મેગ્નાઇટની કેટલીક નિヘતિ કરેલા પ્રોડકટ્સ એક્શનમાંનું એક છે. નિસાનએ મેગ્નાઈટ ગેઝાની સ્પેશિયલ એડિશનની રજૂઆત તેના ૧ લાખની કારના ઉત્પાદનના સિમાચિન્હ સ્વરૂપે કરવામાં આવી છે, જેની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરી હતી.
રાજકોટ ખાતેના બંને ગ્રાહક ટચપોઇન્ટએ અત્યાધુનિક સુવિધાની સાથોસાથ જાણકાર, તાલિમબદ્ધ સ્ટાફની સાથોસાથ જુસ્સાદાર સેલ્સ અને સર્વિસ પ્રોફેશનલ્સથી સજજ છે, જે હંમેશા એ વાતની ખાતરી કરશે કે, ગ્રાહકો તેમની કારની ખરીદી અને માલિકીના અનુભવને સરળતાથી માણી શકશે.
નવા કાર્ગો નિસાન શોરૂમનો કુલ વિસ્તાર ૭,૫૦૦ ચોરસ ફૂટનો છે, જેમાં ફ્રન્ટ ડિસ્પ્લે વિસ્તાર જ ૫૦ ફૂટનો છે, અને અત્યાધુનિક કાર્ગો નિસાન સર્વિસ વર્કશોપ સુવિધાએ કુલ ૧૭,૫૦૦ ચોરસ ફૂટથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ફ્રન્ટેજ ૪૨ ફૂટથી પણ વધુનું છે.
નિસાન મોટર ઇન્ડિયાએ ફીજીટલ વિતરણ અભિગમ અનુસાર કાર્ય કરીને, ગ્રાહકોની જરૂરિયાત અનુસાર એક સરળ વન-સ્ટોપ ઉકેલ પૂરો પાડે છે, જે ગ્રાહકોના મનપસંદ શોરૂમ પર તેને એક્સેસ કરી શકે છે.
તેની ટોચની પ્રાથમિક્તા છે, ગ્રાહકોની સાથે નિસાન સમગ્ર ભારતમાં મજબૂત ડીલર નેટવર્ક દ્વારા અસરકારક રીતે તેમના સુધી પહોંચાડવા માટે સતત મહેનત કરી રહ્યું છે. એપ્રિલ ૨૦૨૩માં, નિસાન મોટર ઇન્ડિયાએ બે નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સ ઉમેરીનો ઉમેરો કર્યો છે, જેમાં બે નવા શો રૂમ અને વર્કશોપ પણ કરનાલ (હરિયાણા) અને ખમ્મામ (તેલંગણા)માં કર્યા છે, આ વ્યૂહાત્મક સ્થાન નિસાનને સમગ્ર ઉત્તર અને દક્ષિણ ભારતમાં ગ્રાહકોના અનુભવને વધુ સક્ષમ બનાવે છે. ટચ પોઈન્ટનું સરનામું: (૧) કાર્ગો નિસાન શો રૂમ, નેશનલ હાઈવે ૮-બી, સર્વે નં.૧૪૯, રાજકોટ ગોંડલ હાઈવે, પરિન ફર્નિચર પાસે, વાવડી, રાજકોટ, (૨) કાર્ગો નિસાન સર્વિસ વર્કશોપ, ૮૦ ફૂટ રોડ, આજી જીઆઈડીસી એસ્ટેટ, શેડ નં.સી૧૦બી-૧ જીઆઈડીસી ફેઝ-૧, રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર, ધમાલપર, રાજકોટ.
તસ્વીરમાં શ્રી અમિત મગૂ (ડીરેકટર સેલ્સ, નિશાન મોટર ઈન્ડિયા), શ્રી પ્રમુખ નંદા (ડીરેકટર કાર્ગો મોટર્સ) અને શ્રીમતી નેહા નંદા (ડીરેકટર કાર્ગો મોટર્સ) નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)