Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ઢેબર રોડ પર ફિલ્‍મી ઢબે પીછો કરી ભકિતનગર પોલીસે દારૂ ભરેલી કાર પકડી

હેડ કોન્‍સ. દિલીપભાઇ બોરીચા અને કોન્‍સ વિશાલભાઇ દવેની બાતમીઃ કારમાંથી ૧.ર૬ લાખનો દારૂ મળ્‍યો : ચાલક-માલીકની શોધ

રાજકોટ, તા. ૧૦ :  રીધ્‍ધીસિધ્‍ધીના નાલાથી રાજકમલ ફાટક તરફ દારૂનો જથ્‍થો ભરેલી ઇનોવા કાર પસાર થતા ભકિતનગર પોલીસે બાતમીના આધારે ફિલ્‍મી ઢબે પીછો કરી ઢેબર રોડ પર રૂા. ૧.ર૬ લાખનો દારૂ ભરેલી ઇનોવા કારને પકડી લઇ ચાલકની શોધખોળ હાથ ધરી હતી. મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એચ.એન. રાયજાદા તથા હેડ કોન્‍સ. દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. વિશાલભાઇ દવે તથા મનીષભાઇ ચાવડા સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પી.ડી. માલવીયા કોલેજ ફાટક પાસે પહોંચતા વિદેશી દારૂ ભરેલી એક જી.જે. ૩ એલ.જી. ૪૮ર૭ નંબરની ઇનોવા રીધ્‍ધીસિધ્‍ધીના નાલા તરફથી રાજકમલ ફાટક પાસેથી પસાર થવાની હોવાની હેડ કોન્‍સ. દિલીપભાઇ બોરીચા અને કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળતા સ્‍ટાફ સાથે વોચમાં હતા. ત્‍યારે રાજકમલ ફાટક પાસેથી ઇનોવા કાર પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા પોલીસને જોઇ કાર ચાલકે કાર ભગાવતા પોલીસે તેનો ફિલ્‍મ ઢબે પીછો કરી ઢેબર રોડ પરથી જી.જે. ૩ એલ.જી. ૪૮ર૭ નંબરની ઇનોવા કારનો પકડી પાડી હતી. ચાલક કાર રેઢી મુકી નાશી ગયો હતો બાદ પોલીસ તપાસ કરતા કારમાંથી રૂા. ૧,ર૬,૦૦૦ ની કિંમતની દારૂની રપર બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્‍થો તથા ઇનોવાકાર મળી રૂા. ૪,ર૬,૦૦૦નો  મુદ્દામાલ કબ્‍જે કરી કાર ચાલક અને માલીકની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એન. રાયજાદા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(4:02 pm IST)