Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાજકોટ પડધરી રોડ પર ભેળસેયુકત ડિઝલના મોટા કારોબાર પર સ્‍ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકયુ

એસપી નિર્લિપત રાય ટીમના ડીવાયએસપી કે.ટી. કામરિયાના નેતૃત્‍વ હેઠળ પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર સ્‍ટાફ ૬૯ લાખ ૯૨ હજારના મુદ્દામાલ સહિત ૬ ને પકડી, ૩ વોન્‍ટેડ જાહેર : એક ટેન્‍કર ભરાયને તૈયાર પડેલું, બીજું ભરાય રહ્યું હતું, જનરેટર, ઇલેક્‍ટ્રિક મોટર સહિતના સાધનો સાથે ધંધો ધમધમતો હતો, અકિલા સમક્ષ ગેર કાયદે કારોબારનું અતિથી ઇતિ સુધીની કથા વર્ણવતા ડીવાયએસપી કે.ટી. કામરીયા

રાજકોટ, તા.૧૦: રાજકોટ પઢધરી રોડ પર આવેલ આટા ફેકટરી નજીક ગેર કાયદે રીતે ભેળસેયુક્‍ત ડીઝલ નો મોટો કારોબાર ચાલી રહ્યાની ચોક્કસ બાતમી આધારે એસપી નિર્લિપ્ત રાય ટીમના ડીવાયએસપી કે. ટી. કામ રિયાંના નેતળત્‍વ હેઠળ પીએસઆઈ ચંદ્ર સિહ જાડેજા દ્વારા ૧૪  લાખ, ૧૮ હજાર ૪૦૦ રૂપિયાની કિંમતનો ડીઝલનો જથ્‍થો ઝડપાયો છે.                 

ડીવાયએસપી કે. ટી. કામરિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે સ્‍ટેટ મોનીટરીંગ સેલ સ્‍થળ પર પોહચી ત્‍યારે એક ટેન્‍કર ભેળસેયુક્‍ત ત્‍યાર હતું, બીજું ટેન્‍કર ભરાય રહ્યુ હતુ.       

સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ડિઝલનનો કુલ ૧૯,૭૦૦ લીટર જથ્‍થો કબજજે કર્યો હતો.       

 પોલીસ દ્વારા ૫૫ હજારના મોબાઈલ, એક ૧૮ લાખની કિંમતનો અને બીજો ૨૨ લાખની કિંમતનું ટેન્‍કર  જપ્‍ત કરેલ.  આની સાથે ૫૦ હજાર કિંમતનું જનરેટર , એક ઇલેક્‍ટ્રિક મોટર, એક ડિસ્‍પેનસર મશીન સહિત ૬૯ લાખ, ૯૨ હજારથી વધુ મુદ્દામાલ કબજજે કર્યો છે.                

ડીવાયએસપી કે.ટી. કામરિયાના જણાવ્‍યા અનુસાર જે આરોપીઓ હાથ લાગ્‍યા છે,જેમના નામ આ મુજબ છે મિનેશ મેંદપરા, શાહરુખ અજીતભાઈ, નરેન્‍દ્ર સિહ પવાર, વિક્રમ સિહ જાડેજા, રવી વીરડા અને લલિત સિહ પવાર છે. ત્રણ શખ્‍શો વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

(4:03 pm IST)