Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

મકાનની સાઇટ પર દિવાલ પડતાં ૪ વર્ષના બાળકનું મોત

પંચાયત ચોક નજીક શાંતિવન સોસાયટીમાં બનાવ : એમપીના દંપતિએ લાડકવાયો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૦: યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક શાંતિવન સોસાયટીમાં નવા બાંધકામની સાઇટ પર દિવાલ માથે પડતાં આદિવાસી પરિવારના ચાર વર્ષના બાળકનું મોત થયું હતું.

નવું મકાન બની રહ્યું હોઇ ત્‍યાં શામસીંગ કાલેશ અને તેના પરિવારજનો રહી મજૂરી કરતાં હોઇ તેનો દિકરો અજય (ઉ.વ.૪) નજીકમાં રમતો હતો ત્‍યારે દિવાલ માથે પડતાં ઇજા થતાં મોત થયું હતું. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. આ પરિવાર એક વર્ષથી રાજકોટ રહી મજૂરી કરે છે. મુળ મધ્‍યપ્રદેશના વતની છે.

(4:04 pm IST)