Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

પીડીએમ ફાટકે બ્રીજનો સર્વે : મનપા માટે મોટુ વળતર બનશે મુશ્‍કેલી

ડીઝાઇન તૈયાર : રેલવે સાથે ટૂંક સમયમાં બેઠક યોજી કરશે ચર્ચા-વિચારણા

રાજકોટ,તા.૧૦ : શહેરની ટ્રાફિક સમસ્‍યાઓ હળવી કરવા માટે મનપા દ્વારા વિવિધ રાજ માર્ગો ઉપર ઓવરબ્રિજ અંડર બ્રિજ બનાવાયા છે. હાલ મનપાના હસ્‍તકના કે.કે.વી. ચોક ડબલ ફ્‌લાય ઓવર બ્રિજ નું કામ પણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં લોકાર્પણ થનાર છે. ત્‍યારે ગોંડલ રોડ ખાતે પીડીએફ ફાટક કે બ્રિજ બનાવવાની કવાયતના ભાગરૂપે મનપા દ્વારા સર્વે પૂરો કરી લેવામાં આવ્‍યો છે.

પીડીએફ ફાટક પાસે બ્રિજ બનવાથી ગોંડલ ચોકડી જ હતો ટ્રાફિક તથા આસપાસના વિસ્‍તારનું ભારણ પણ ઘટશે. મનપા દ્વારા કરાવાયેલ સર્વેમાં પીડીએફ ફાટક પાસેની અનેક મિલ્‍કતો કપાતમાં જાય તેવી સ્‍થિતિ દર્શાવાય છે જેના અનુસંધાને તંત્ર દ્વારા મોટું વળતર પણ ચૂકવવું પડે તેવી પરિસ્‍થિતિ ઉભી થશે.

આ બ્રિજની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. જોકે રેલવે તંત્ર સાથે આ અંગે મિટીંગ યોજવાની બાકી હોય ટૂંક સમયમાં તે અંગે બેઠક કરવામાં આવશે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

મનપા તંત્ર માટે તપાસ મામલે શું કરવું તે મોટી દ્વિધા છે પણ ટ્રાફિક સમસ્‍યા નિવારણ માટે પીડીએમ ફાટકે બ્રિજ બનાવવો જરૂરી હોય વળતર સહિતના મુદ્દે તંત્ર ચર્ચા કરી આગળની કાર્યવાહી કરશે.

(4:10 pm IST)