Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

‘બેટી બચાવો, બેટી પઢાઓ' યોજનાની રાજકોટની ટાસ્‍ક ફોર્સ કમિટીની બેઠક યોજાશે

 

રાજકોટ : બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના અન્‍વયે રાજકોટ જિલ્લાની ટાસ્‍ક ફોર્સ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને તા.૧૨ જૂન ૨૦૨૩ના રોજ સાંજે ૫ કલાકે યોજાશે.

ભારત સરકાર દ્વારા ઘટતાસ્ત્રી જાતિદરને  નિયંત્રણમાં લેવા તેમજ દિકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર રાજ્‍યમાં બેટી બચાઓ બેટી પઢાઓૅ યોજના અમલી છે. આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાની ટાસ્‍ક ફોર્સ સમિતિની રચના કરાઈ છે.

આ સમિતિની બેઠકમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંગેની કામગીરી, ફાળવેલ ગ્રાન્‍ટ વિશે અને એક્‍શન પ્‍લાન બનાવવા કમિટીના સભ્‍યોના સૂચનો અંગે ચર્ચાઓ કરવામાં આવશે. સમિતિના સર્વે સભ્‍યોને આ બેઠકમાં સમયસર ઉપસ્‍થિત રહેવા યાદીમાં ઉમેરાયું છે.

(4:10 pm IST)