Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કાર પાર્ક કરવા બાબતે રાજેશભાઇ અને જાવીદભાઇને સદામ પરમારે ધમકી આપી

ભકિતનગર પોલીસ મથકમાં સદામ સામે ફરીયાદ : નિલકંઠ પાર્કમાં છેલ્લા એક મહિનાથી દારૂપી ધમાલ મચાવતા વિધર્મી શખ્‍સને લોકોએ પકડી પોલીસને સોંપ્‍યોઃ બંને ભાઇઓ દારૂનો વેપલો કરતા હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦ : કોઠારિયા રોડ પર નિલકંઠ પાર્કમાં શેરીમાં કાર પાર્ક કરવા બાબતે માથાકુટ કરી શેરીમાજ રહેતા શખ્‍સે કેમીકલના વેપારી અને તેના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નિલકંઠ પાર્ક શેરી નં. રમાં રહેતા મહંમદ જાવીદભાઇ અબ્‍દુલકરીમભાઇ તુરક (ઉ.૪ર) એ ભકિતનગર પોલીસ મથકમાં નિલકંઠપાર્ક શેરી નં. રમાંજ રહેતો સદામ  કરીભાઇ પરમાર સામે ફરીયાદ નોંધાવી છે મહંમદ જાવેદભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે કેમીકલનો વ્‍યવસાય કરે છે. રાત્રે પોતાની શેરીના ખુણા પાસે રહેતા રાજેશભાઇ મુકુંદભાઇ રાણપરા તેની કાર તેના ઘર પાસે પાર્ક કરીને તેના પિતાને કારમાંથી ઉતારતા હતા. ત્‍યારે શેરીમાંજ રહેતો સદામ પરમાર તેનુ બાઇક લઇને ત્‍યાંથી નીકળતા તે ગાળો બોલવા લાગ્‍યો હતો અને રાજેશભાઇને કહેલ કે ‘ગાડી અહી રાખવી નહી' તેમ કહી ઝઘડો કરી કહેલકે, બીજીવાર ગાડી અહી ઉભી રાખીશ તો જાનથી મારી નાખીશ આ દરમ્‍યાન પોતે આ બંનેને છુટા પાડવા જતા સદામ પોતાને પણ ધમકી આપી અને રાજેશભાઇ સાથે ઝપાઝપી કરી એક ફડાકો મારી દીધો હતો દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા સદામ બાઇક લઇને ભાગી ગયો હતો બાદ શેરીમાંજ રહેતા હરેશભાઇ બચુભાઇ વેકરીયાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની ગાડી આવી જતા પોતે તથા અશ્વીનભાઇ રામાણી અને ફીરોજભાઇ પંતાણી સહિતે ભકિતનગર પોલીસ મથકમાં પહોંચી ફરીયાદ નોંધાવી હતી નિલકંઠ પાર્કમાં છેલ્લા એક મહિનાથી દારૂ પી વિધર્મી શખ્‍સો ધમાલ મચાવે છે. અને બંને ભાઇઓ દારૂનો વેપલો કરતા હોવાનો નિલકંઠ પાર્કના રહીશોએ આક્ષેપ કર્યો છે આ બનાવ અંગે પોલીસે સદામને સકંજામાં લઇ એ.એસ.આઇ. એસ.એસ. દાફડાએ તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)