Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાજકોટ ટ્રાફિક પોલીસની અનોખી પહેલ : ૬૮ વાહન ચાલકોને હેલ્‍મેટ અપાઇ

રાજકોટ : શહેરમાં વધતી જતી વસ્‍તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્‍માતનું પ્રમાણ વધતું જાય છે, જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્‍ધ કરાઇ છે.  વાહન ચાલકો માટે રાજયસરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે  અકસ્‍માતો બનતા રહે છે, જેનાથી બચવા માટે શહેર પોલીસના સંકલનમાં રહીને પી.આઈ.શ્રી ભાર્ગવસિંહ ઝણકાટે સ્‍થાનિક કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વાહન ચાલકો પાસેથી દંડ લેવાના બદલે હેલ્‍મેટ આપવામાં આવે છે, જેથી વાહન ચાલક હેલ્‍મેટનો ઉપયોગ કરી અકસ્‍માતથી બચી શકે અને ટ્રાફિક મેનર્સ ઊભી થાય. આ પ્રયોગ અંતર્ગત માલિયાસણ ચોકડી પરથી પસાર થતાં વાહનોનો અકસ્‍માત નિવારવા માટે દંડ લેવાના બદલે હેલ્‍મેટ અપાઇ હતી. આ અભિયાનમાં પી.એસ.આઈ. પી.એલ. ધામા, એ.એસ.આઇ. કિરીટસિંહ અને સુરેશભાઈ હેડ કોન્‍સ્‍ટેબલ વાલાભાઈ અને રોહિતભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:13 pm IST)