Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કોસ્‍મો, માલિયાસણ, કટારીયા અને આજીડેમ ચોકડીએ વાહન ચેકીંગ ડ્રાઇવ

આનંદ બંગલા ચોકમાં દબાણ હટાવવાની કાર્યવાહી : ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં ટીમોએ ચેકીંગ કયુ

રાજકોટઃ શહેરના આનંદ બંગલા ચોક ખાતે દબાણ હટાવવાની કામગીરી દબાણ હટાવ શાખાને સાથે રાખીને કરી હતી. જેમાં વજનકાંટા, કેરેટ, રેંકડીઓ જપ્‍ત કરવામાં આવ્‍યા હતાં. તેમજ પાંચ વાહનો ડિટેઇન કરી ૫૭૦૦નો દંડ વસુલાયો હતો. જ્‍યારે કોસ્‍મો ચોકડી, માલિયાસણ ચોકડી, આજીડેમ ચોકડી ખાતે હેલ્‍મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. અહિ ૬૯ એનસી કેસ કરી ૪૬૯૦૦નો દંડ વસુલાયો હતો. તેમજ બે વાહન ડિટેઇન કરાયા હતાં. કટારીયા ચોકડીએ ૬૪ એનસી કેસ કરી ૪૫૯૦૦નો દંડ વસુલી ચાર વાહનો ડિટેઇન કરાયા હતાં. માલીયાસણ ચોકડીએ ૮૧ એનસી કેસ કરી ૩૮૦૦૦ દંડ વસુલાયો હતો. કુલ ૨૧૪ એનસી કેસ કરી ૧,૩૦,૮૦૦નો દંડ વસુલાયો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવની સુચના અંતર્ગત ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ વાઘેલા, પીઆઇ રાઠોડ, પીએસઆઇ ચોટલીયા સહિતે આ કામગીરી કરી હતી. દબાણ હટાવ શાખાના ગજેન્‍દ્રસિંહ રાણા, ઘનશ્‍યામસિંહ જાડેજા પણ જોડાયા હતાં.

(4:15 pm IST)