Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કિસાનપરામાં કુંડીમાંથી પાણી ભરવા મામલે મારામારીઃ વીણાબેન અને શોભનાબેનને ઇજા

રાજકોટ તા. ૧૦: કિસાનપરા શેરી નં. ૩માં પેલેસ એપાર્ટમેન્‍ટની સામે રહેતાં બે પડોશી વચ્‍ચે કુંડીમાંથી પાણી ભરવા મામલે બોલાચાલી બાદ મારામારી થતાં બે મહિલાને ઇજાઓ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કિસાનપરા-૩માં રહેતાં વીણાબેન શૈલેષભાઇ મેંદપરા (ઉ.વ.૩૨) સવારે સવા અગીયારેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે પડોશી શોભનાબેને પ્‍લાસ્‍ટીકની કોઇ વસ્‍તુથી માર મારતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. સામા પક્ષે પડોશી શોભનાબેન સાર્દુરભાઇ બોરીચા (ઉ.વ.૫૯) પણ પોતાના પર પડોશી સપનાબેન, હકાભાઇ સહિતે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની રાવ સાથે સારવાર માટે દાખલ થયા હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. કુંડીમાંથી પાણી ભરવા મામલે આ માથાકુટ થયાનું જણાવાયુ હતું.

(4:19 pm IST)