Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

અમારા ઘરનું વાતાવરણ ૨૪ કલાક સંગીતમય રહે છેઃ અનિર્બાન અને મૈત્રયી રોય

આવતીકાલે રાજકોટમાં કોલકતાના બાળકલાકારો દ્વારા શાષાીય સંગીત વરસશે

 

* ગુજરાતી માટે કલાકારો એક સરપ્રાઈઝ આઈટમ રજુ કરશે

* અઢી વર્ષથી બાંસુરી વગાડતા અનિર્બાને હેમા માલીની, માધુરી દિક્ષીત, મિથુન ચક્રવર્તિ, એ.આર. રહેમાન જેવા કલાકારોની વહવાહી મેળવી છે

* ૧૮ વર્ષથી શાષાીય સંગીતની સાધના કરતી મૈત્રયી રોયને શાષાીય સંગીતનું ઊંડાણ પસંદ છે

* આવતીકાલે રાત્રે ૮:૩૦ કલાકે રાજકોટનાં હેમુગઢવી ઓડિટોરીયમમાં શાષાીય સંગીત અને વાંસળીથી થશે વર્ષા રાણીનાં વધામણાં બરસે બદરીયાં'

રાજકોટમાં વર્ષારાણીમાં વધામણાં કરતો અદ્‌ભૂત અને અનોખો કાર્યક્રમ આવતીકાલે યોજાવાનો છે. ત્‍યારે તેનાં કલાકારો કોલકતાનાં અનિર્બાન રોય અને મૈત્રયી રોય અકિલાના આંગણે મહેમાન બન્‍યા હતાં. ત્‍યારે તેમનાં માતા-પિતા ચૈતાલી રોય- લોકનાથ રોય સાથે ફુલછાબનાં મેનેજર નરેન્‍દ્રભાઈ ઝીબા, જયદિપભાઈ વસોયા, હર્ષદભાઈ ગોહેલ અને ધર્મેશભાઈ પરસાણા તસવીરમાં નજરે પડે છે.(૩૦.૧૭)

રાજકોટ,તા.૧૦: રાજકોટનાં સંગીત રસિકો માટે આવતીકાલે રાજકોટાં આંગણે એક અનોખો કાર્યક્રમ બરસે બદરિયા' યોજાવા જઈ રહ્યો છે. જેમાં કોલકતાના માત્ર ૧૨ વર્ષના બાંસુરીવાદક અનિર્બાન રોય અને ૧૮ વર્ષની શાષાી સંગીતની સાધનાં કરતાં મૈત્રયી રોય (ગાયન) સાથે ભારતનાં સુપ્રસિધ્‍ધ તબલાવાદક મણિ ભારદ્વાજ તેમની કલાથી લોકોને કલાસ્‍વાદ કરાવશે. વર્ષાના આગમનની છડી પોકારાઈ રહી છે. ત્‍યારે તેમાં વધામણા કરતાં આ કાર્યક્રમનાં કાલકારો અકિલાનાં મહેમાન બન્‍યા હતા અને સંગીતમય ગોષ્‍ઠી કરી હતી.

માત્ર ૧૩ વર્ષનાં બાંસુરી વાદક અનિર્બાન રોયએ જણાવ્‍યું હતું કે, હું જયારે અઢી વર્ષનો હતો ત્‍યારથી પિતા લોકનાથજી પાસેથી વાંસળીની તાલીમ મેળવી રહ્યો છું. પિતા લોકનાથજીએ જણાવ્‍યું કે, જયારે મારી દીકરી મૈત્રયી શાષાીય સંગીતનાં નોટ ગાતી ત્‍યારે એકવખત મારી ઓફિસમાં પત્‍નિનો ફોન આાવ્‍યો અને મને જણાવ્‍યું કે અઢી વર્ષનો અનિર્બાન પણ એજ નોટ રીપીટ કરી રહ્યો છે. જયારે ઘરે આવીને મેં સાંભળ્‍યું ત્‍યારે મને પણ નવાઈ લાગી અને મેં તેને જી' સ્‍કેલની વાંસળી આપી બસ ત્‍યારથી તે સંગીતની આરાધના કરવામાં લાગી ગયો છે.

અનિર્બાન'નો અર્થ થાય છે જે કયારેય મરતો નથી. આ બાળક કલાકાર કહે છે, મારી પાસે સંગીતમાં કોઈ ચોઈસ નહોતી. પિતા વાંસળી વગાડતા એટલે તેમની પાસેથી હું શિખ્‍યો. રિયાલિટી શો વિશે પૂછતાં તેણે જણાવ્‍યું કે, રિયાલિટી શો નો અનુભવ ખુબ  સારો રહ્યો. કલ કે કલાકાર શો માં મે રાગ હંસજધ્‍વની વગાડયો ત્‍યારે થોડો નવર્સ પણ હતો પણ પ્રભુની કૃપાથી મને સારી તક મળી અનિબોને એમ.એસ. સુબ્‍બલક્ષ્મી તથા સુરેશ વાડકર  દ્વારા માસ્‍ટર એવોર્ડ પણ મળ્‍યો છે. તેણે અરિજીતસિંહનાં બાળપણનો રોલ અરિજીતસિંહ દ્વારા નિર્મિત ફિલ્‍મમાં કર્યો છે. ત્‍યારે તેની ઉંમર ૬.૫ વર્ષ હતી. રિયાલિટી શોમાં મિથુન ચક્રવર્તિ, સોનુ નિગમ, શાન, અભિષેક બચ્‍ચને અનિર્બાન રોયના વાંસણી વાદનનાં ભરપેટ વખાણ કર્યા હતા.  અનિર્બાન કહે છે, મને બાગેશ્રી અને યમન રાગ સૌથી વધુ પ્રિય છે. તેને પ.પન્‍નાલાલ ઘોષ અને પં. હરિપ્રસાદ ચૌરસિયાને સાંભળવા વધુ ગમે છે. તે ભવિષ્‍યમાં સંગીતકારની સાથે વકિલ પણ બનવા ઈચ્‍છે છે.

જયારે ગાયિકા મૈત્રયી રોયએ નાનપણમાં માતા ચૈતાલી રોય પાસેથી ગાયનની તાલીમ મેળવી. જયારે હાલ વિદ્‌ષી અંજના નાથ પાસેથી પટિયાલા ઘરાનાની તાલીમ મેળવી રહી છે. તે કહે છે, શાષાીય સંગીત જેટલું ઊંડાણ મને ઉપ શાષાીય સંગીતમાંથી નથી મળ્‍યું એટલે શાષાીય સંગીત મને વધુ પસંદ છે.

આવતીકાલે તા.૧૧ને રવિવારે રાત્રે ૮:૩૦ કલાકે હેમુગઢવી નાયટગૃહ ખાતે વર્ષા રાણીનાં વધામણાં કરતો આ અદ્‌ભૂત કાર્યક્રમ યોજવાનો છે ત્‍યારે આયોજકોએ જણાવ્‍યું હતું કે, આ પ્રયોગ ભારતમાં પ્રથમવાર થઈ રહ્યો છે. જેમાં ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરાશે. આ કાર્યક્રમમાં દ્રશ્‍ય- શ્રાવ્‍ય એટલે કે ઓડિયો- વિઝયુઅલની પણ લાજવાબ કમાલ જોવા મળશે. પહેલાં ૭૦ થી ૯૦નાં દાયકામાં જેમ સંગીતની બેઠકો યોજાતી એવો માહોલ ફરી લાવવા આ કાર્યક્રમથી પ્રયાસ થઈ રહ્યો છે.

કોલકતાનાં આ બાળ કલાકારોને સાંભળવા એક અદ્‌ભૂત લ્‍હાવો છે. આ કાર્યક્રમમાં રાગ દેશ, ગૌડ મલ્‍હાર, મિયાં મ્‍લહાર ઉપરાંત ગઝલો, નદી અને પહાડને જીવંત કરતાં રાગો સાથે પ્રેક્ષકો રસતરબોળ બની જાય તેવો કાર્યક્રમ રજુ થશે. ખાસ કરીને આપણા ગુજરતીઓ માટે આ કોલકતાનાં કલાકારો એક સરપ્રાઈજ આઈટમ રજુ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર રોય પરિવાર સંગતી સાથે જોડાયેલો છે. સવારે ઉઠવાથી લઈ રાત્રે સુવા સુધી સંગીત જ કાનોમાં વહે છે. તેઓ કહે છે અમારા ઘરમાં ૨૪ કલાક સંગીત ચાલે છે. ૪૫ દિવસથી ચાલતી તડામાર તૈયારી પછી આ અદ્દભૂત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં રાજકોટનાં ત્રણ કલાકરો સંદિપ વ્‍યાસ, દર્શિત કાચા અને અમિતભાઈ પણ કલાનાં કામણ પાથરશે. સાથે તાલ સમ્રાટ મણી ભારદ્વાજ તબલાં સંગત કરશે. અકિલાની મુલાકાત દરમિયાન ફુલછાબના મેનેજર શ્રી નરેન્‍દ્રભાઈ ઝીબા સાથે કલાકારો મૈત્રયી રોય, અનિર્બાન રોય,  તેમાં માતા- પિતા લોકનાથ રોય અને ચૈતાલી રોય, ઉપરાંત જયદિપભાઈ વસોયા, હર્ષદાઈ ગોહેલ, ધર્મેશભાઈ પરસાણા ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમનું બુકિંગ હેમુગઢવી હોલ પર પણ કરાવી શકાશે.

(4:21 pm IST)