Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વન વિભાગ અને બજરંગ ગ્રુપ દ્વારા કાલે રોપા-છોડનું નિઃશુલ્‍ક વિતરણ

રાજકોટ તા. ૧૦: ગુજરાત રાજય વન વિભાગ-રાજકોટ રેન્‍જ કચેરી અને બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ સીટીના સંયુકત ઉપક્રમે વનવિભાગના સેવા નિવૃત સુપ્રિમ હરેશભાઇ દવે, નિવૃત પી.એસ.આઇ. નરેન્‍દ્રભાઇ જાડેજાના સીધા માર્ગદર્શનમાં વરસાદ પહેલાના સમયે, પ્રકૃતિના સંરક્ષણ અને સામાજિક જવાબદારીના ભાગરરૂપે સીઝનલ રોપા અને છોડનું નિઃશુલ્‍ક વિતરણ જેમાં ગુલાબ, મોગરો, જાસુદ, બીલીપત્ર, કરંજ, દાડમ, સીતાફળ, લીમડો, પીપળો તેમજ સર્વોત્તમ પ્રજનીય અને ઔષધીયયુકત તુલસીના કયાડા સહિત રવિવારે સવારે ૧૦ થી ૧ર પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવે છે.

રોપા અને છોડના નિઃશુલ્‍ક વિતરણમાં વનવિભાગના સેવા નિવૃત સુપ્રિમ હરેશભાઇ દવે, નિવૃત પી.એસ.આઇ. નરેન્‍દ્રસિંહ જાડેજા, ગ્રુપના પ્રણેતા કિશોરભાઇ ધનજીભાઇ કારીઆ, પંકજભાઇ ડી. કારીઆ, હસુભાઇ ગણાત્રા સીધા માર્ગદર્શનમાં સુનિલભાઇ મજેઠીયા, જતિનભાઇ ભીંડોરા, મનુભાઇ ખંધેડીયા, બી. કે. જાડેજા, હર્ષદસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સેવાકીય પ્રવૃતિમાં જયદીપ કોટેચા, રાઘવભાઇ ગણાત્રા, બટુકભાઇ રાચ્‍છ, જયોતિબેન કે. ભટ્ટ, કે. જે. ભટ્ટ, એચ. આર. બુધ્‍ધદેવ સહિતના કાર્યકરો યોગદાન આપી રહ્યાનું વાહિદભાઇ મારફાણીની યાદીમાં જણાવ્‍યું છે.

(4:32 pm IST)