Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધૂપછાવ સાથે પવનના સુસવાટા : જામનગરમાં જોરદાર વરસાદનું ઝાપટું

રાજકોટ તા.૧૦ :      રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધૂપછાવ સાથે પવનના સુસવાટા ફૂકાય રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે આજે બપોરે જામનગરમાં જોરદાર વરસાદનું ઝાપટું પડ્યુ હતું.

                   જામનગર 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર:જામનગરમાં અત્યારે દસ મિનિટ થયા જોરદાર વરસાદ શરૂ થયો હતો. જોરદાર વરસાદનું ઝાપટું પડી જતાં વાતાવરણમાં થોડીવાર માટે ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે દસેક મિનિટ સુધી વરસાદ વરસ્યા બાદ વરસાદ બંધ થઈ ગયો હતો.

(4:52 pm IST)