Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ફાળદંગમાં એમપીની ૧૭ વર્ષની રસિલાનું બેભાન થયા બાદ મોત

પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી હતી

રાજકોટ તા. ૧૦: કુવાડવા તાબેના ફાળદંગ ગામે રહેતી રસિલા બાલુભાઇ ડામોર (ઉ.વ.૧૭) સાંજે વાડીએ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. રસિલા મુળ મધ્યપ્રદેશની વતની હતી અને બે બહેન તથા ત્રણ ભાઇમાં નાની હતી. તે પરિવારજનો સાથે ફાળદંગમાં વિનોદભાઇ લવાભાઇ રામાણીની વાડીએ રહી ખેત મજૂરીમાં મદદરૂપ થતી હતી. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

(11:37 am IST)