Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મ.ન.પા. એ છેલ્લા ૩ મહિનામાં ૪ કરોડનો વાહન વેરો વસુલ્યો

રાજકોટ : મ.ન.પા.એ છેલ્લા ૩ મહિનામાં એટલે કે ૧ એપ્રિલથી ૯ જુલાઇ સુધીમાં શહેરમાં વેંચાયેલા નવા ટુ-વ્હીલર, ૩ વ્હીલર, ફોર વ્હીલર અને હેવી વ્હીકલનાં વાહન વેરાની કુલ રૂ. ૩,૯૭,૯૪,૭૭૮ ની આવક થઇ છે. આ આવક છેલ્લા ત્રણ મહિનામાં વેચાયેલા કુલ ૭૩૦૧ વાહનોમાં વેરા થકી થયેલ છે તેમ વેરા વિભાગે જાહેર કર્યુ હતું.

(3:07 pm IST)