Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી સાજીદ ઉર્ફે બબલુ ભગાડી ગયો : અપહરણનો ગુનો

રાજકોટ તા. ૧૦ : ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગવતીપરાનો શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇકાલે પોતાના ઘરેથી 'પાંચ મીનીટમાં આવું છું.' કહી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભગવતીપરામાં ઝમઝમ બેકરીની સામેની શેરીમાં રહેતો સાજીદ ઉર્ફે બબલુ પઠાણ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ખબર પડતા સગીરાની માતાએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સાજીદ ઉર્ફે બબલુ પઠાણ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:11 pm IST)