Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પાંચ પીઆઇને એસીપી તરીકે બઢતીઃ બે એસીપીને રાજકોટમાં નિમણુંક

આર. એસ. બારીયાને મહિલા પોલીસ અને વી. આર. મલ્હોત્રાને ટ્રાફિકમાં મુકવામાં આવ્યા

રાજકોટ તા. ૧૦: પાંચ પોલીસ ઇન્સપેકટરને એસીપી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં બે એસીપીને રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે.

જેમાં એસીપી આર. એસ. બારીયાને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે વી.આર. મલ્હોત્રાને ટ્રાફિક બ્રાંચમાં એસીપી તરીકે મુકાયા છે. અન્ય બઢતી પામનાર બી. એમ. પરમારને વડોદરા, એસ. એન. ચોૈધરીને ભાવનગર રિજીયન તથા આર. પી. ગોૈતમને સુરત વિજીલન્સમાં નિમણુંક આપવામાં આવી છે.

(3:14 pm IST)