Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મારા માતા- પિતામાં મારો આખો સંસાર વસે છે

ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલનો આવતીકાલે જન્મદિવસઃ પુત્ર શિવરાજ પટેલની દ્રષ્ટિએ એમના પિતા

આમ તો લેઉવા પટેલ સમાજના હૃદયસમ્રાટ, ખોડલધામના મેનેજમેન્ટ ગુરુ, અને લેઉવા પટેલ સમાજ ને એકસૂત્રતા ના તાંતણે બંધાનાર માળાના મણકા સમાન, સમાજના એકતારૂપી શિલ્પ ના એકમાત્ર શિલ્પી જેવા અનેક વિશેષણ લગાવીએ તો શબ્દ પણ ઓછો પડેને સમય પણ ટુકો પડે એવું અણમોલ રત્ન એટલે નરેશભાઈ પટેલ.

કાલ એમનો જન્મદિવસ છે ત્યારે નરેશભાઈને સંખ્યાબંધ લોકો એ સમાજના આદર્શ તરીકે સ્વીકારીર્યા છે ત્યારે એમના સુપત્ર શિવરાજભાઇ પટેલની દ્રષ્ટિએ નરેશભાઈ.

''આપણો ધર્મ કહે છે કે આપણા માતા પિતામાં આપણી દુનિયા વસે છે પણ હું તો ત્યાં સુધી કહું છું કે મારા માતા પિતામાં મારૃં આખું સંસાર વસે છે મારા માતા પિતાએ મારા ભગવાન છે , હું આટલી ઉમરમાં જેટલું મારા પિતા પાસેથી શીખ્યો છુ એટલું આજીવન કોઈ પાસેથી કદાચ નહિ શીખી સકું. હું નાનપણથી જ જોતો આવ્યો છું મારા પિતાનો એમના પરિવાર અને ખાસ કરીને એમના માતા પિતા પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. દાખલો આપું તો ગમે એટલી ઉતાવળ એમને કેમના હોઈ પણ સવારે મારા બાને દાદાને પગે લાગ્યા વગર એમના દિવસ શરૂના કરે. આ બધુ જોતા હું મોટો થયો છું અને ભગવાનને રોજ ધન્યવાદ કરું છુ કે મને આવા પિતા આપીયા અને પાર્થના કરું છુ કે મને એમના જેવું થવાની ક્ષમતા આપે.

સમાજના નાતે એમનો અમુલ્ય પ્રેમ તો ખરો જ પણ એક પિતા ના નાતે એમનો એમના સંતાન પ્રેત્યેનો પ્રેમ શબ્દોમાં હું વ્યકત કદાચના કરી શકું. મેં લગભગ ૭ વર્ષ વિદેશમાં અભ્યાસ કરિયો પણ એવો એક પણ દિવસ મને યાદ નથી કે મારા પિતાનો મને દિવસમાં ૨ વાર ફોનના આવ્યો હોય.

એ જરૂર પડે તો અમારા સારા માટે ક્રોધ કરીને કઠોળ બનીને સમજાવે તો વળી જરૂર પડીએ એ મને સારા મિત્ર સમજીને સલાહ પણ એજ આપે. અંતે હું એટલું જ કહીશ કે ભગવાને મને એટલો નસીબદાર બનાવીયો છે કે ઈશ્વરે એમના સ્વરૂપએ મને મારા પિતા ની ભેટ આપી છે.

આમ તો મારા પિતાને હું જયારે જોવ છુ ત્યારે એમનો ચહેરો હર હમેશા માટે હસતો જ હોઈ છે, ગમે તેટલા થાકીને અમે ફેકટરીએથી આવી અને પિતાના એક માત્ર ચહેરાને જોતા અમારો થાક દુર થઇ જાય છે.

હર હમેશાસમાજ સેવા માં અગ્રેસર રહેતા પિતાશ્રીના જીવનમાંથી જ હું નમ્રતા અને સજ્જનતાના પાઠ ભણ્યો છુ. બસ એમના જન્મદિવસે ઈશ્વર એમને હર હમેશા પ્રેરણા બળ પૂરૃં પાડે અને પિતા સમાજ સેવામાં આગળ વધતા રહે,

હર હમેશા એમના જન્મદિવસ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરી માનવતા મહેકાવતા નરેશભાઈ નોખી માટીના માણસ છે, આવતીકાલે રવિવારના રોજ એમના જન્મદિન નિમિતે રકતદાન કેમ્પ નું આયોજન ઉપરોકત ફોટો નીવિગત મુજબ થયેલ છે.

આલેખનઃ હાર્દિક જે સોરઠીયા

મો. ૯૦૩૩૫ ૦૭૯૩૧.

(3:16 pm IST)