Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

યુનિવર્સિટીના ચકચારી માટી કૌભાંડમાં ૫ સભ્યોની તપાસ સમિતિ : બુધવારથી કામગીરી શરૂ

માટીના ૯૬૩ ફેરામાંથી અમુક કાગળ ઉપર જ હોવાનું બહાર આવ્યું

રાજકોટ તા. ૧૦ : સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ ચર્ચાય રહ્યું છે ત્યારે યુનિવર્સિટી દ્વારા સત્ય શોધક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રભરમાં ચર્ચાસ્પદ બનેલા માટી કૌભાંડમાં કોઇ મંજૂરી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કચરો - માટી નાખવાના નામે ૯૬૩ ટેકટરના ફેરા થયાનું બહાર આવ્યું છે. નેક કમિટિના આગમન પૂર્વે રંગરોગાન સહિત અનેક કામકાજો થયા હતા ત્યારે માટી કૌભાંડ ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ અંગે સીન્ડીકેટ સભ્ય ડો. ભાવીન કોઠારી, ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા, બે તજજ્ઞ સભ્યો મળી આ પ્રકરણમાં સત્ય શું છે ? તેની તપાસ કરશે. બુધવારથી આ અંગે કાર્યવાહી હાથ ધરાશે.

(3:35 pm IST)