Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

શહેરમાં બપોર સુધીમાં ૭૭૪૦ નાગરિકોએ રસી લીધીઃ કાલ માટે વેકિસેશનનું હચુડચું

રાજકોટઃ રાજય સરકારની ગાાઇડ લાઇન મુજબ રાજકોટ સહિત સમ્રગ ગુજરાતમાં ત્રણ દિવસ વેકિશનેશનની કામગીરી બંધ રહ્યા બાદ આજે શહેરનાં ૩૧ સ્થળો પર ૭૦ સેશન સાઇટ પર રસી આપવામાં આવતા આજે સવારનાં ૭ વાગ્યા થી રસીકરણ કેન્દ્ર ખાતે લોકો રસી લેવા લાઇનમાં ઉભા રહ્યા હતા.સરકાર દ્વારા આજ માટે ૮ હજાર ફાળવવામાં આવ્યા હતા. આવતીકાલ માટે આજ સાંજ સુધીમાં રસીનો ડોઝ નહિ આવે તો ફરી આવતીકાલે વેકિસનેશનની કામગીરી બંધ રહેશે. શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૩૧૩૦ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૪૬૧૦ સહિત કુલ ૭૭૪૦ નાગરિકોએ રસી લીધી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)