Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કાગદડી નજીક વેગનઆર કારમાં આગ

રાજકોટ :.. કાગદડી નજીક અર્પીત કોલેજ પાસે બપોરે એક વેગન-આર કારમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા કારમાં બેઠેલા ચાલક સહિત બે યુવાનો તાકીદે કારમાંથી બહાર નીકળી ગયા હતાં. પલવારમાં આગ પ્રસરી જતા આખી કાર બળીને ખાક થઇ ગઇ હતી. આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અને સ્થાનીક લોકોએ આગ બુઝાવી હતી.

(3:54 pm IST)