Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મોદી સ્કુલને થોડા વાલીઓએ ખોટી રીતે બદનામ કરેલ છે

ગઇકાલે વાલીઓની રજૂઆત બાદ મોદી સ્કુલની સ્પષ્ટતા

રાજકોટ, તા. ૧૦ : શહેરના અંબિકા ટાઉનશીપ પાસે આવેલ મોદી સ્કુલમાં ગઈકાલે વાલીઓ અને એનએસયુઆઈએ ફી પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો.

આજે મોદી સ્કુલના પ્રિન્સીપાલ શ્રી મહેતાએ એક અખબારી યાદીમાં સ્પષ્ટતા કરતાં જણાવેલ કે ગઈકાલે ૨૦ જેટલા વાલીઓ - એનએસયુઆઈએ સ્કુલે આવીને સૂત્રોચ્ચાર કરી ભયનંુ વાતાવરણ ફેલાવેલ. પાંચ માસનો સમય થઈ ગયો વાલીઓએ ટ્યુશન ફી ભરવી જોઈએ. જેને આર્થિક તકલીફ હોય તે સ્કુલે રજૂઆત કરી શકે. સૌ ધીરજ રાખીને આવી સ્પષ્ટ વાત દરેક વાલીઓને જણાવેલ. આવો વ્યવસ્થિત મેસેજ આપવા છતા બીનજરૂરી રીતે થોડા વાલીઓએ ભેગા થઈ સ્કુલને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરેલ છે. આજ સુધી વાલીએ સ્કુલે આવીને આર્થિક મુશ્કેલી રજૂ કરી છે. તેમને સંતોષકારક સોલ્યુશન કરી આપેલ છે. માત્ર ચાર કે પાંચ વાલીઓ બીજા વાલીઓને ફી ન ભરવા ઉશ્કેરે છે. સ્કુલે કોઇ વાલીને પરાણે ફી ભરવા દબાણ કરેલ નથી.

(3:55 pm IST)