Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અજીતને સતત મહેશથી મોત અને બદનામીનો ડર હતોઃ દુબઇથી રોજ વિડીયો કોલીંગ કરવું પડતું!

સ્ટોન કિલરની હત્યામાં પકડાયેલા બે આરોપીના કોવિડ ટેસ્ટઃ ત્રીજાને દબોચવા દોડધામ : મહેશના શોષણમાંથી છુટકારો મેળવવા અને બે પાંદડે થવાની લ્હાયમાં એજન્ટ મારફત અજીત દુબઇ ગયો તો ત્યાં કાળી મજૂરી કરાવાઇઃ કંટાળીને પાછો આવ્યો ને ફરી ફસાયો : જેતપુરની હોટેલમાં સાથે મજૂરી કરતી વખતે પહેલી વખત મહેશ ઉર્ફ કાળીયાએ સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યુ એ પછી તેનો નિત્યક્રમ થઇ ગયો'તો

રાજકોટ તા. ૯: સ્ટોન કિલર તરીકે ઓળખાતા મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો મગનભાઇ સનુરા (પ્રજાપતિ)ની પથ્થરના ઘા ફટકારી માથું છુંદી નાંખી હત્યા કરવાના ગુનામાં માલવીયાનગર અને ક્રાઇમ બ્રાંચની ટીમે બે આરોપી  તેનો કારીગર ફરમાન ઉર્ફ નેપાળી આવ્યા હતાં. અજીત ગોગનભાઇ બાબર (ઉ.વ.૨૧) (રહે. સાજડીયાળી, તા. ભાણવડ જી. દેવભુમિ દ્વારકા) તથા વિજય ઉર્ફ દુઃખે રમેશભાઇ ઢોલી (ઉ.વ.૨૧) (રહે. હાલ રામદર્શન ટ્રાનસપોર્ટ સામે ઓટવર્ક કારખાના ઉપર ઓરડીમાં)ને ઝડપી લીધા છે અને ત્રીજા આરોપી ફરમાન ઉર્ફ નેપાળીને શોધવા દોડધામ આદરી છે. અજીતે ચોંકાવનારી કબુલાત આપી હતી કે મહેશ ઉર્ફ કાળીયો તેની સાથે સતત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હોઇ કંટાળી જતાં વિજય અને ફરમાનની મદદથી મહેશનો કાંટો કાઢી નાંખ્યો હતો. અજીતે કબુલ્યું હતું કે પોતાને મહેશ ઉર્ફ કાળીયો સતત મોતનો અને બદનામ કરવાનો ભય બતાવતો હતો. આ કારણે પોતે દુબઇ હતો તો પણ ત્યાંથી દરરોજ વિડીયો કોલ કરીને મહેશ ઉર્ફ કાળુ સાથે વાત કરવી પડતી હતી!

અજીત અને વિજય ઉર્ફ દુઃખેનો કબ્જો માલવીયાનગર પોલીસે સંભાળી બંનેના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરી છે. વિસ્તૃત પુછતાછ થતાં અજીતે પોતાની કરમ કહાણી વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોઇ મજૂરી કરવા પોતે જેતપુરની હોટલે આવ્યો હતો. અહિ તે વખતે મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો પણ મજૂરી કરતો હતો. બંનેને એક જ રૂમમાં સાથે સુવાનું હોઇ એક દિવસ મહેશ ઉર્ફ કાળીયાએ બળજબરી કરી લીધી હતી. બાદમાં તેનો આ નિત્યક્રમ થઇ ગયો હતો. પોતે ના પાડે ઇન્કાર કરે તો બીજાને આ વાત કહી દેવાની અને મારવાની ધમકી આપી તે શોષણ કરતો હતો.

એ પછી બંને જેતપુરની હોટેલની નોકરી છોડી બીજી હોટેલમાં કામે રહ્યા હતાં. ત્યાં પણ મહેશ ઉર્ફ કાળીયો શોષણ કરતો હતો. અજીતે વધુમાં કહ્યું હતું કે પોતે મહેશથી કંટાળ્યો હતો અને પૈસાની પણ જરૂર હતી. ગામમાંથી એજન્ટો મારફત અનેક મજૂરો દુબઇ જતાં પોતે પણ ત્યાં જઇ બે પૈસા રળી લેવાના ઇરાદે અને મહેશના શોષણમાંથી મુકિત મળશે એમ વિચારી ઉછી ઉધારના કરી દુબઇ ગયો હતો. પરંતુ ત્યાં જઇને વધુ ફસાયો હતો. કેમ કે ત્યાં કાળી મજૂરીના પ્રમાણમાં વેતન બહુ ખાસ નહોતું. પોતે ત્યાં જતો રહ્યો હોઇ મહેશ ઉર્ફ કાળીયાને ગમ્યું નહોતું. મોબાઇલ નંબર શોધી દુબઇ ફોન કર્યો હતો અને ત્યાંથી રોજ વિડીયો કોલીંગ કરવાનું કહી ધમકાવતાં પોતે ત્યાંથી પણ મહેશ સાથે વાત કરતો હતો. લોકડાઉન પછી માંડ માંડ પૈસા ભેગા કરી પરત ભારત આવી પોતાના ગામડે જતો રહ્યો હતો. આની ખબર પડતાં જ ફરીથી મહેશ ઉર્ફ કાળીયાએ પોતાને રાજકોટ આવી જવા કહી ફરીથી શોષણ ચાલુ કર્યુ હતું. સતત આવુ થતાં કંટાળીને તેનો કાટો કાઢી નાંખ્યો હતો.

પીઆઇ કે. એન. ભુંકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મયુરભાઇ મિંયાત્રા, અરૂણભાઇ બાંભણીયા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(4:04 pm IST)
  • ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ધીમેધીમે વાદળાઓ આવતા જાય છે. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદની આગાહી થઈ છે. મહારાષ્ટ્ર મુંબઈ ઉપર સતત વાદળોની જમાવટ જોવા મળે છે. access_time 9:36 pm IST

  • અમદાવાદના પૂર્વ સાંસદ તથા બૉલીવુડ એક્ટર પરેશ રાવલની ' ઇન્ડિયન સ્કૂલ ઓફ ડ્રામા ' ના અધ્યક્ષ તરીકે નિમણુંક : 4 વર્ષ માટે જવાબદારી સંભાળશે : 2014 થી 2019 ની સાલ દરમિયાન અમદાવાદ ઇસ્ટના ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા access_time 6:21 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ :સુરત શહેરમાં છેલ્લી અડધી કલાકથી ઘોર દોડ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છેે: ફરી ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયા હોવાનું સુરતથી કુશલ ઠકકરે જણાવ્યુ છે. access_time 3:53 pm IST