Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

એક તું(નેટવર્ક) ના મિલા સારી દુનિયા મિલે તો કયાં!

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોલિંગ નેટવર્કના પણ ફાં-ફાં...

રાજકોટઃ તા.૧૦,  વિકસિત ભારત માટે ગુજરાત વિકાસનું મોડેલ જાહેર થયું છે ત્યારે ગુજરાતના જ દક્ષિણ વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષણનો કોન્સેપ્ટ પહોંચતા હજુ વર્ષો લાગશે કે કેમ એ તો કહી ન શકાયમ સમગ્ર દેશમાં અત્યારે ઓનલાઇન શિક્ષણની નીતિ માટે સરકાર પણ પોકળ દાવા કરી ચુકી છે તેવામાં આ દાવાની અસલિયત સામે આવી છે. દેશના ૫૦ જેટલા ગામડા એવા છે કે જયાં હજુ લોકો મોબાઈલ પકડીને દૂર દૂર સુધી નેટવર્કની શોધમાં નીકળે છે અરે ઝાડ ઉપર કે ટેકરી ઉપર પણ ટ્રેકિંગ પણ કરતા થઇ ગયા છે. ઓનલાઈન શિક્ષણના કલાસ ભરવા માટે આદિવાસી વિસ્તારમાં બાળકો નેટવર્ક માટે રોજ અહીંથી તહીં ૫ થી ૧૦ કિલોમીટર ચાલીને અંદાજે ભટકે છે ત્યારે છેક કલાસ જોઈ શકે છે. કેટલાક પછાત વિસ્તારોમાં તો મોબાઇલ સેટ ન હોવાને લીધે ૩૦ % બાળકો તો હાલ શિક્ષાથી વંચિત જ છે

 દેશ અને દુનિયા ટૂંક સમયમાં 5G લોન્ચ કરવા તરફ છે ત્યારે એવા કેટલાય ગામડા છે કે જયાં હાજી આ હાલત છે. આઝાદીના ૭૦ વર્ષથી વધુ વર્ષ બાદ પણ ડાંગના બરડીપીપળા, મહાલ, શિંગાણા, કાકસડા, નિશાણા, કેશબંધ, કરાંડી આંબા, મોરિઝિરા, મોગરા સહીતના ગામોમાં 2G નેટવર્ક પણ પહોંચ્યું નથી.  (૪૦.૧૨)

આ વાતને ધ્યાને લેવી જરૂરી

બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આગળ વધતી શિક્ષાની સવારી માટે આ વાત પણ ધ્યાને આવવી જોઈએ આ પછાત વિસ્તારની દીકરીઓને અભ્યાસના ઓનલાઇન કલાસ માટે રોજનું જંગલમાં કેટલું ભટકવું પડે છે તેમજ અઠવાડિયામાં એક વાર વ્યારા જઈને અભ્યાસ માટેની સામગ્રી ડાઉનલોડ કરવા જવું પડે છે. ખોખરી જિલ્લાની નિવાસી ગિરીશ ગીર્જળ જણાવે છે કે પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક તંત્ર જવાબદાર છે અહીંના લોકોની વાત અધિકારી સાંભળતા જ નથી. 

(4:06 pm IST)