Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભરત બોધરાને રા.લો. સંઘમાં લેવામાં નિયમ ભંગ ?

મંડળીમાં સભ્ય બન્યા નં. ૧ વર્ષ થયું નથી ઉપરાંત જળસંયમ નિગમમાં પણ ચેરમેન છે

રાજકોટ, તા., ૧૦: રાજય સરકારે રાજકોટ લોધીકા સંઘમાં ડી.કે.સખીયા, ભાનુભાઇ મેતા અને ભરત બોઘરાની નિમણુંક કરેલ. બીજા જુથે તે નિમણુંક સ્થગીત કરાવી છે  પરંતુ વિવાદ હજુ ચાલુ છે. ખાસ કરીને રા.લો.સંઘમાં નિયુકત થવા બાબતે ભરત બોઘરાની કાયદાકીય અને રાજકીય લાયકાતનો મુદ્દો વિવાદમાં અગ્રસ્થાને છે.ભાજપનું એક જુથ એવો મુદો ઉઠાવી રહયું છે કે સહકારી કાયદા મુજબ મંડળીના ડિરેકટર બન્યા પછી ઓછામાં ઓછા ૧ વર્ષ પછી જ સંઘમાં ડીરેકટર બની શકાય. બોઘરા ઓગષ્ટમાં મંડળીના સભ્ય બન્યા અને તરત સંઘના ડીરેકટર બન્યા. તેમનું કાર્યક્ષેત્ર પણ સંઘની બહારના જસદણ તાલુકાનું છે. વળી તેઓ જળસંચયના ચેરમેન છે એટલે એક વ્યકિત એક હોદાના સિધ્ધાંતનું પાલન થયું નથી. જો કે બોઘરાના ટેકેદારો આવા વિવાદને રાજકીય મલીન ઇરાદા પ્રેરીત ગણાવી બોઘરાની નિમણુંક કાયદેસરની હોવાનો દાવો કરે છે.

(4:06 pm IST)