Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

શહેરને મચ્છર-ગંદકી મુકત કરવા સોમવારથી વન-ડે-થ્રી-વોર્ડ ઝુંબેશ

દરરોજ ત્રણેય ઝોનના ૧-૧ વોર્ડમાં ફોગીંગ તથા સફાઇ કરાશે : લોકોને સહકાર આપવા મેયર સહિતના પદાધિકારીઓની અપીલ

રાજકોટ,તા.૧૦:  હાલ વરસાદી ઋતુને ઘ્યાને લેતા મચ્છર ઉત્પતી સ્થાનો વઘવાની સંભાવના છે જેથી મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દરેક ઝોનનાં એક-એક વોર્ડનાં સંવેદનશીલ વિસ્તારમાં આવતી કાલથી ૬ દિવસ ફોગીંગ તથા સફાઇ ઝુંબેશ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. 

આ અંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર તથા સેનીટેશન સમિતી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયાનાં જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં સંવેદનશીલ વિસ્તારોમાં વેહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફોગીંગ તથા સફાઇ ઝુંબેશ હાથ ઘરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન આરોગ્ય શાખા દ્વારા વોર્ડના સંવેદનશીલ વિસ્તારો તથા સોસાયટીઓને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઘ્વારા લગત વોર્ડમાં સફાઇ ઝુંબેશ હાથ દ્યરવામાં આવશે.

વન – ડે – થ્રી – વોર્ડ સફાઇ ઝુંબેશમાં ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલ કચરાના નિકાલ, મીનીટી૫ર વાન મારફતે ન્યુસન્સ પોઇન્ટ ઉ૫રથી કચરાના નિકાલ, ન્યુસન્સ પોઇન્ટની સફાઇ, વોર્ડમાં આવતા વોકળાની સફાઇ ઝુંબેશ સ્વરૂપે હાથ દ્યરવામાં આવશે.

વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વનું ૫રિબળ છે. મચ્છરથી થતા રોગો અને મચ્છર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, દ્યસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી, ફ્રિજની ટ્રે તથા કુલર નિયમીત સાફ કરીએ. મચ્છર જન્યરોગ રોગચાળો અટકાયતી માટે સાથ સહકાર આ૫વા મેયર બીનાબેન આચાર્ય સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અપિલ કરવામાં આવી છે. (૮.૧૭)

તારીખ

ઇસ્ટ ઝોન

વેસ્ટ ઝોન

સેન્ટ્રલ ઝોન

 

 વોર્ડ નંબર

વોર્ડ નંબર 

 વોર્ડ નંબર

૧૪/૦૯/૨૦૨૦

૧૫/૦૯/૨૦૨૦

૧૬/૦૯/૨૦૨૦

૧૭/૦૯/૨૦૨૦

૧૫

૧૦

૧૩

૧૮/૦૯/૨૦૨૦

૧૬

૧૧

૧૪

૧૯/૦૯/૨૦૨૦

૧૮

૧૨

૧૭

(4:07 pm IST)
  • ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ : સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને વિખેરી નખાયું : ત્યાંની સ્થાનિક ઓલમ્પિક બોડીને ક્રિકેટ બોર્ડને વિખેરી નાખીને પોતાના હસ્તક લીધું :સાઉથ આફ્રિકા આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઇ શકે access_time 12:52 am IST

  • રાજકોટઃ દેના બેંક જાગનાથ શાખામાં આજે પાંચ કર્મચારીઓને કોરોના થયાનું બહાર આવતા બેંક બે દિવસ માટે બંધ કરવા નિર્ણય access_time 12:44 pm IST

  • અમદાવાદના પૂર્વ સાંસદ તથા બૉલીવુડ એક્ટર પરેશ રાવલની ' ઇન્ડિયન સ્કૂલ ઓફ ડ્રામા ' ના અધ્યક્ષ તરીકે નિમણુંક : 4 વર્ષ માટે જવાબદારી સંભાળશે : 2014 થી 2019 ની સાલ દરમિયાન અમદાવાદ ઇસ્ટના ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા access_time 6:21 pm IST